ભરૂચ :
કોઈ પણ ઇમરજન્સી સમયે આપણ ને કોણ યાદ આવે? સૌથી પહેલા.૧૦૮ જ
ઘટના એમ બની કે મૂળ એમ પી ના રહેવાસી અને હાલ સુરત રહી મજૂરી કરતા વૈશાબેન હીરાલાલ માહિડા (ઉમર૨૫) સુરત થી મધ્ય પ્રદેશ પોતાના વતન માં જતા હતા.ખાનગી બસ દ્વારા મધ્ય પ્રદેશ જતા રસ્તામાં પાલેજ કરજણ ની વચ્ચે રામદેવ હોટલ પર બસ ઉભીરહી ત્યારે વૈશાબેન જે સગર્ભા હતા તેમને અચાનક પ્રસવપીડા ઉપડતા ત્યાં ઉભેલા લોકો માંથી કોઈ એ તરત ૧૦૮ ને ફોન કરતા ભરૂચ ની પાલેજ લોકેશન ની એમ્બ્યુલન્સ ના પાઇલોટ ઈમ્તિયાઝભાઈ તથા મેડિકલ ટેક્નિસ્યન અક્ષયભાઈ તાબડતોડ ૧૦૮ એમ્બ્યુલન્સ લઈ રામદેવ હોટલે પહોંચ્યા હતા.
સ્થળ પર પહોંચેલી 108 ની ટિમ દ્વારા સગર્ભા વૈશાબેન ની તપાસ કરતા પ્રસુતિ થવાની તૈયારી હતી. અને હોસ્પિટલ પહોંચતા પહેલાજ પ્રસુતિ થઇ જાય એમ જણાતા.૧૦૮ ની ટુકડી દ્વારા એમ્બ્યુલન્સ માં જ વૈશાબેન પ્રસુતિ કરાવાનું નક્કી કરેલ.૧૦૮ ના મેડિકલ ટેક્નિસ્યન અક્ષય ભાઈ દ્વારા ૧૦૮ ની અમદાવાદ માં આવેલ હેડ ઓફીસ માં હાજર ડોકટર નો સમ્પર્ક કરી પ્રસુતિ કરાવી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.
આ કેસ માં નોંધ લેવા જેવી વાત એ હતી કે માતા ના પેટ માં રહેલા બાળક ના ગાળા માં નાળ વિટાઇ ગઈ હતી.અને વિટાયેલી નાળ ની સાથે એમ્બ્યુલન્સ માં પ્રસુતિ કરાવવું અશક્ય હતું.પણ બીજો કોઈ રસ્તો પણ ન હોવાથી ૧૦૮ ની હેડ ઓફીસ માં હાજર ડોક્ટર ની સૂચના મુજબ સફળ રીતે પ્રસુતિ કરાવી 108 ની ટીમેં માતા અને બાળક બંને ના જીવ બચાવ્યા હતા.
આ રીતે પ્રસુતિ પછી માતા અને બાળક બન્ને સાહિસલામત બચીજતા પરિવારજનોએ ૧૦૮ ના પાઇલોટ ઈમ્તિયાઝ દુધવાલા અને મેડિકલ ટેક્નિસ્યન અક્ષય ઝાલા નો અશ્રુભીની આખે આભાર માન્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"