કંગના રનૌતની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ મણીકર્ણિકા પર એની કારકિર્દીનો બહુ મોટ્ટો આધાર છે કારણ કે એની છેલ્લી બે ત્રણ ફિલ્મો ફ્લોપ નીવડી હતી. પરંતુ એમ લાગે છે કે એની ફિલ્મ રજૂ થાય એ પહેલાં ઔર એક ઝાંસી કી રાની ફિલ્મ રજૂ થઇ જશે. આ અંગે મળેલી લેટેસ્ટ માહિતી મુજબ ઇન્ડો બ્રિટિશ સહયોગથી બની રહેલી ઝાંસી કી રાની વિશેની ફિલ્મનું ડાયરેક્શન સ્વાતિ ભીસેએ કર્યું છે. ભારતમાં બ્રિટિશ રાજની સ્થાપના કરવા પૂર્વે વેપાર કરતી ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે થયેલા ૧૮૫૭ના બળવા સાથે જુદી રીતે સંકળાયેલી ઝાંસી કી રાનીની આ ફિલ્મ માર્ચમાં રજૂ થવાની છે. જ્યારે કંગના રનૌતની ફિલ્મ એપ્રિલની ૨૭મીએ રજૂ થશે. કંગનાની ફિલ્મ હાલ અંતિમ તબક્કામાં છે પરંતુ એ માર્ચમાં રજૂ કરી શકાય એવી શક્યતા બહુ ઓછી છે એટલે સ્વાતિ ભીસેની ફિલ્મ એની પહેલાં રજૂ થઇ જશે. આ ફિલ્મમાં બ્રિટિશ કલાકારો રૃપર્ટ એવરેટ અને ડેરેક જેકોબી ચમકી રહ્યાં છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે આપેલી માહિતી મુજબ આ ફિલ્મનું શૂટિંગ ડિસેંબરમાં પૂરું થઇ ગયુ હતું અને હવે એ પોસ્ટ પ્રોડક્શન્સ લેવલમાં છે. એટલે એ સમયસર માર્ચમાં રજૂ થઇ જશે. શક્ય છે, એની અસર કંગના રનૌતની ફિલ્મ પર પણ પડશે એવું કેટલાક લોકો માને છે. કંગના રનૌતની છેલ્લી બે ફિલ્મ વિશાલ ભારદ્વાજની રંગૂન અને હંસલ મહેતાની સિમરનનો બોક્સ ઑફિસ પર ધબડકો વળી ગયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"