ગેલ ઈન્ડિયા કંપની દ્રારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કચરાની ડસ્ટબીન અને મહિલાઓને સેનેટરી નેપકીન વિતરણ કરાયું.

0
66

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગેલ ઈન્ડિયા કંપની-ગંધાર દ્વ્રારા કચરો નાખવા ડસ્ટબીન મહિલાઓને સેનેટરી નેકપિકીનનું વિતરણ કરવા આવ્યું હતું.

ભારતભરમાં પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છતા ઉપર ઘણો ભાર મૂક્યો છે. અને દેશને સ્વચ્છ બનાવવાનું સ્વપ્ન જોયું છે. જેના ભાગ રૂપે દેશ ભરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામો કરવામાં આવી રહ્યા છે.ત્યારે સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષીને આજે ગંધાર સ્થિત ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગેના કાર્યક્રમ કરી રહી છે.જેમાં ભરૂચની ગ્રામ પંચાયતોમાં કચરો નાખવા ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યું હતું.અને ત્યાર બાદ આજ રોજ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે સૂકો અને લીલો કચરો નાખવાં માટેની ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ ખાસ કરીને હોસ્પિટલમાં આવતી સ્ત્રીઓ પોતાના ઘરઆગણાંને સ્વચ્છ રાખે છે. તેમ પોતાના શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા દરમિયાન પણ પોતાના શરીરને સ્વચ્છ રાખી શકે અને જે મહિલાઓ નેપકીનની જગ્યાએ કપડાંનો વપરાશ કરતી હોય છે. તેનાથી શું તકલીફ થાય છે અને સેનેટરી નેપકીન એટલે પેડ વાપરવાથી શું ફાયદા થાય છે. તેની વિસ્તૃત જાણકારી ગેલ ઇન્ડિયા કંપનીના મહિલા કર્મચારીઓએ ડિલિવરીની તાપસ કરાવવા આવી રહેલી મહિલાઓ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમાં ગેલ કંપનીના સિનિયર એચ.આર.મેનેજર કૌશિક શુકલા,ભરૂચ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ઓડીચ્ય,આર.એમ.ઓ એસ.એમ.પટેલ સહિત ગેલ કંપનીની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY