તિલકવાડાના ઉધયમાંડવા ગામ નો ખેતરે ગયેલ યુવાન ગુમ થતાા પરિવાર ચિંતાગ્રસ્ત,પોલીસ શરણે .

0
49

ત્રણ મહિના પેહલા યુવાને લગ્ન કર્યા હોય અને આમ અચાનક ગુમ થતા ગામ માં અનેક ચર્ચાઓ વહેતી થઇ

નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા માં આવેલા ઉધઈ માંડવા ગામમાં રહેતા નિલેશ સોમાભાઈ બારીયા (23) તારીખ 28 ઑગસ્ટ ની સાંજે એમની માતા મનીષાબેન સાથે ખેતરે કામ માટે ગયો હતો ત્યાર બાદ અમુક કામ પતાવ્યા પછી નીલેશે માતા ને કહ્યું કે તું ઘરે જ હું કપાસ ઉભો કરીને આવું છું જેથી માતા મનીષા ઘરે જતા રહ્યા બાદ નિલેશ રાત્રે નવ વાગ્યા સુધી ઘરે પરત ન આવતા એના મોબાઈલ પર ફોન કર્યો પરંતુ ફોન ન ઉપાડતા એની અન્ય જગ્યા પર શોધખોળ પણ કરી છતાં ક્યાં પણ પત્તો ન લાગ્યો ત્યારબાદ ફરી ફોન કર્યો ત્યારે ફોન સ્વીચ ઓફ બતાવતા પરિવારજનો વધુ ચિંતિત થયા આખરે તિલકવાડા પોલીસ સ્ટેશને નિલેશ ના મોટાભાઈ પ્રહલાદભાઈ બારીયા એ નિલેશ લાપતા થયા બાબતે જાણ કરતા પોલીસે જાહેરાત લઈ નિલેશ નો શોધખોળ શરૂ કરી હતી.

તિલકવાડા પોલીસ ના જણાવ્યા મુજબ નીલેશના ગત તારીખ 3 મે ના રોજ જ લગ્ન થયા હતા ત્યારે લગ્ન ના ત્રણ મહિના માંજ આમ અચાનક આ યુવાન ગુમ થતા ઉધઈ માંડવા ગામમાં નિલેશ ને લઈ ભારે ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY