આજ રોજ ભરૂચ જિલ્લામાં કામગીરી કરતી આશાવર્કર, આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને પગાર વધારાની માંગણીઓ સાથે કોન્ટ્રાક્ટર અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા સમગ્ર દેશની આશા અને આંગણવાડી વર્કર સાથે સીધો સંવાદ યોજી એમની કામગીરીને બિરદાવવાની સાથે આંગણવાડી વર્કરના પગારમાં 1500 રૂપિયાનો તેમજ ટેડગર બહેનોના પગારમાં 750 રૂપિયાનો વધારો કરી આશાવર્કરનું ઇન્સેન્ટીવ બમણું કરવાની અને આ વધારો ઓક્ટોબર માસથી જ મળવાની જાહેરાત કરી હતી.
આશા અને આંગણવાડી વર્કર દ્વારા જ બાળકોને કુપોષણ મુક્ત,પોલિયો મુક્ત કરવામાં સફળતા મળી છે તેમજ સમગ્ર રાજ્યના આરોગ્યને લાગતી તમામ જવાબદારીઓ આ બહેનો ખુબજ નિષ્ઠાથી સંભાળી રહ્યા છે. ત્યારે આ તનતોડ મહેનતના બદલામાં ખુબજ નજીવું વેતન મળી રહ્યું છે ત્યારે હાલમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે આ મહિલા કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ ઠીક પણ છઠ્ઠા પગારપંચ મુજબ લઘુતમ વેતન પણ ચુકવવામાં આવતું નથી જેથી વડાપ્રધાન દવરા જાહેરાત મુજબનો પગાર વધારો ઓક્ટોબર મહિનાની પહેલી તારીખથી અમલમાં મુકવાની માંગણીઓ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
રિપોર્ટર અંકિતા પાટણવાડિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






