ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં સ્થાપિત ગણેશજીની વિદાય સવારીઓ નીકળી હતી.

ભરૂચ શહેર અને જિલ્લામાં ૧૦ દિવસના આતીર્થય માણ્યા બાદ મંગળવાર સવારથી જ ગણેશ મંડળોમાં ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ભરૂચ શહેરમાં જુના ભરૂચ, સોસાયટી વિસ્તાર સહિત અલગ અલગ જગ્યાઓથી ગણેશ ઉત્સવ સમિતિઓએ મહાનુભાવોના હસ્તે આરતી ઉતારી પ્રસ્થાન કરાવ્યું હતું.

ગણેશ મંડળો દ્રારા એકજ સરખા ડ્રેશ પહેરી ડીજે અને ઢોલ નગારા ઓના તાલે શ્રીજીની શોભાયાત્રાઓએ શહેરના રાજ માર્ગો પર ફરી લોકો વિસર્જન સમયે જુમી ઉઠ્યા હતાં.ઠેરઠેર સામાજિક સંસ્થાઓના લોકો શરબત,નાસ્તાના સ્ટોલો નાખી સેવા કરી કરી હતી.
જયારે ઝાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મંદિર ખાતે નર્મદા નદીના કિનારે તંત્ર દવરા પ્રતિમા વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવતા વિવિધ ગણેશ મંડળો દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિર પાછળના ભાગે કુત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે ૮ ફુટ થી ઊંચી ગણેશજીની પ્રતિમાઓ માટે ભાડભુત ગામ ખાતે આવેલા નર્મદા નદી ના ઓવારે વિષેશ આયોજન કરાયું હતું.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




