ભારત સાધુ સમાજના વરિષ્ઠ શ્રીમહંત ગોપાલાનંદજી ટૂંકી બીમારી બાદ ગઇકાલે બ્રહ્મલીન થતા સાધુ સમાજ અને સેવક સમુદાય શોકમાં ગરકાવ થયો છે.
બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતેથી પાલખીયાત્રા નીકળ્યા બાદ સંતશ્રીને જુનાગઢ બિલેશ્વર ધર્માલય ખાતે લોકદર્શનાર્થે રખાયા બાદ તા.૪ ઓક્ટોબરે અંતિમવિધિ કરાશે, મહંતશ્રી ગોપાલાનંદજીનાં નિજધામ પ્રયાણથી રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રધ્ધાંજલી પાટવી છે. આજે રાજ્યનાં શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયશેભાઇ રાદડીયાએ જૂનાગઢ પધારીને સંતશ્રીનાં પાર્થિવદેહને નમન કરી સંતનાં ચરણોમાં પુષ્પાંજલી અર્પણ કરી હતી.
આ તકે મંત્રીશ્રી ભુપેદ્રસિંહજી ચુડાસમાએ સદગત સંતની સ્મૃતિઓને યાદ કરી શબ્દાંજલી પાઠવતા જણાવ્યુ હતુ કે એકસો પંદરથી વધુ વર્ષની લાંબી જીવનસફર દરમ્યાન પરમપૂજ્ય ગોપાલાનંદજીએ સમાજોત્કર્ષનાં અનેકવિધ કાર્યો કરી પરગણામાં સુવાસ રેલાવી હતી. પુજ્ય ગોપાલાનંદજીબાપુએ કન્યાકેળવણી અર્થે શ્રમજીવી અને પશુપાલક સમાજની દીકરીઓ અભ્યાસમાં પાછળ ના રહે તે દીશામાં અનેકવિધ કાર્યો કરી કન્યાકેળવણીમાં અનન્ય યોગદાન આપ્યુ છે તે ચિરકાલ સમાજને ઉપયોગી બની રહેશે. ગોપાલાનંદજીનાં કન્યાકેળવણી માટે જૂનાગઢ ખાતે વિવિધ સમાજને દિકરીનાં શિક્ષણકાજ શિક્ષણભવન નિર્માણાર્થે જમીન ફાળવવા અને શૈક્ષણીક અને સામાજીક પછાત વર્ગની દિકરીઓને અભ્યાસની મુખ્ય ધારામાં જોડવા કરેલ પહેલને યાદ કરતા જણાવ્યુ હતુ કે કોઇ શિક્ષણશાસ્ત્રી ના કરી શકે તેવુ કાર્ય ગોપાલાનંદજીએ કર્યુ છે,આ માટે સમાજ કાયમ માટે ઋણી રહેશે.
અત્રે ઉલ્લેખનિ છે કે બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે બિરાજતા અને ભારત સાધુ સમાજના વરિષ્ઠ સંત ગોપાલાનંદજીની તબીયત છેલ્લા થોડા સમયથી લથડતા આખરે સંતવર્યે રાવતેશ્વર આશ્રમ ખાતે નિજધામ પ્રતિ પ્રયાણ કર્યુ હતુ. સુવેરધામ આશ્રમ ચાંપરડાના મહંત શ્રી મુકતાનંદબાપુ, ગિરનારના અંબાજીના મહંત તનસુખગીરીબાપુ, હરિદ્વારથી શ્રી કેલાશાનંદજી, સત્તાધારનાં સંતશ્રી વિજયબાપુ, સ્વામિનારાયણનાં સંતગણ, વિવિધ ધર્માલયોનાં સંતો સહિત આજે જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, શ્રી શશીભાઇ ભીમાણી, મહિલા સુરક્ષા સમિતિના પુર્વ ઉપાધ્યક્ષા સુશ્રી જ્યોતીબેન વાછાણી, યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ડિેરક્ટર યોગીભાઇ પઢીયાર, શ્રી શૈલેષભાઇ દવે, શ્રી પૂનિતભાઇ શર્મા, નિરૂબેન કાંબલીયા, શ્રી સંજયભાઇ કોરડીયા, સહિત અગ્રણીઓ, વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ, વિદ્યાર્થીઓએ સંતશ્રીને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા, બિલખા તથા આસપાસના વિસ્તારમાં શ્રીમહંત ગોપાલાનંદજી બ્રહ્મલીન થયાની વાયુવેગે જાણ થતા તેમનો સેવક સમુદાય ઉમટી પડયો હતો.
ગોપાલાનંદજીના પાર્થિવદેહના દર્શન કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા, ગિરનાર સાધુ-સમાજના માર્ગદર્શક બ્રહ્મલીન થતા સમગ્ર સાધુ સમાજએ આંચકો અનુભવ્યો છે. જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ અંજલિ અર્પતા જણાવ્યું કે, ભવનાથ તિર્થક્ષેત્રનાં વિકાસ અને ત્યોહારોમાં પૂ. બાપુ કાયમી પથદર્શક બન્યા હતા, તેમની કાયમી ખોટ ભવનાથ તર્થક્ષેત્રને વર્તાશે. ભારત સાધુ સમાજના વયોવૃદ્ધ ગોપાલાનંદજી અંબાજીના પરમ ઉપાસક, સ્પષ્ટ વકતા, સાધુ સમાજમાં આદરપ્રિય હતા અને સાધુ-સંતો, સમાજના પ્રશ્ને આજીવન સંઘર્ષ કરી પરિણામ અપાવતા અને ગૌમાતાના દુ:ખને જોઇ ઉકળી ઉઠતા હતા. દુષ્કાળમાં ગૌવંશને બચાવવા તેઓએ અથાગ મહેનત કરી હતી. અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મહંત શ્રી ગોપાલાનંદજી બાપુને અંજલિ અર્પતા મેયર સૂશ્રી આદ્યાશક્તિબેન મજમુદારે કહ્યું કે, તેમનાં નિર્વાણને મારા પ્રણામ, તેઓએ વરસો સુધી સાધુ સમાજ અને સમગ્ર સમાજ માટે સેવા કાર્ય કર્યું. તેમનું યોગદાન શ્રેષ્ઠ રહ્યું છે. તેમની ચેતનાને પ્રણામ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



