ભરૂચ-અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર સોમવારના સાડા ત્રણ થી ચાર ના અરસામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું.તો અન્ય 5 લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચથી અંકલેશ્વર તરફ આવતાં ગોલ્ડનબ્રિજ પાસે છાપરા પાટીયા નજીક રીક્ષા, બે બાઈક અને કાર વચ્ચે બપોરના 3.30 થી 4.30 ના અરસામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આકસ્માતનાં પગલે એક તબક્કે ટ્રાફિક જામ સર્જાયો હતો.

સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ જેટલાં લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






