ફરીયાદી પાસે સરકારી અનાજના રીલીઝ ઓડરના કામે રૂ|-1000 લાંચમાં માંગતા એસી બી નર્મદા એ છટકું ગોઠવી ગોડાઉન ના બે કર્મચારીઓ ને રંગે હાથ ઝડપી લીધા
પો.ઇ.એ.સી.બી.પો.સ્ટે. નર્મદા (રાજપીપળા) અને સ્ટાફ એ લાંચ ના રૂપિયા લેનાર બેને લાંચ ની રકમ સાથે ઝડપી વડોદરા રાવપુરા પોલીસ મથકે આગળ ની તપાસ માટે સોંપ્યા
રાજપીપળા : વડોદરા શાસ્ત્રી નગર માં આવેલ FCI ના અનાજ ના ગોડાઉન ના બે કર્મચારીઓ પૈકી હેમંત રામગોપાલ પરાશર (ઓફિસ આસિસ્ટન્ટ ) અને નીરજકુમારસિંઘ સત્યે્રનારાયણ સિંઘ ( ઓફિસ આસિસ્ટન્ટ ) એફ સી આઈ ગોડાઉન વડોદરા ને એક જાગૃત નાગરિક ની ફરિયાદ ના આધારે લાંચ ના રૂપિયા એક હજાર લેતા રંગે હાથ ઝડપી લીધા હતા
જેમાં જાણવા મળ્યા મુજબ ભરૂચ ના ફરિયાદી સહદેવભાઈ એક જાૃત નાગરિક હોય એમની પાસે વડોદરા શાસ્ત્રી નગર ખાતે આવેલા એફ સી આઈ અનાજ ના ગોડાઉન માંથી અનાજ ના રિલીઝ ઓર્ડર ના કામ માટે ગોડાઉન માં ફરજ બજાવતા બે કર્મચારીઓ પૈકી હેમંત પરાશર અને નિરાજકુમાર સિંઘે એક હજાર રૂપિયા ની માંગ કરતા ફરિયાદી એ નર્મદા એ સી બી માં આ બાબરે ફરિયાદ આપતા રાજપીપળા એ સી બી ના પી આઈ પી ડી બારોટ અને એમની ટીમે છટકું ગોઠવી આ બંને આરોપીયો ને લંચ ના રૂપિયા એક હજાર લેતા રંગે હાથ પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી ત્યારબાદ બંને પાસે થી લાંચ માં લીધેલા હજાર રૂપિયા રિકવર કરી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ માટે વડોદરા ના રાવપુરા પોલીસ સ્ટેશન માં સોંપી આગળ ની તપાસ સોંપી હતી .
ઉલ્લેખનીય છેકે થોડા સમય પર રાજપીપળા ખાતે આવેલા પુરવઠા ના અનાજ ના ગોડાઉન માં પણ આજ રીતે લાંચ લેવાની ફરિયાદ માં ગોડાઉન મેનેજર સહીત અન્ય સામે પગલાં લેવાયા હતા ત્યારે તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં એક બાદ એક આ રીતે લાંચિયા કર્મચારીઓ એ સી બી ના છટકા માં સપડાતા ગુજરાત માં પુરવઠા વિભાગ ના કેટલો ભ્રસ્ટાચાર હશે એ કહેવું મુશ્કેલ બન્યું છે .જોકે રાજપીપળા બાદ વડોદરા ની આ ઘટના થી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ માં ફફડાટ જરૂર ફેલાયો છે .
ચીફ રિપોર્ટર,નર્મદા, ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




