ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા અંગે આપેલ સુચના અનુસંધાને ઇન્ચાર્જ.પીઆઇ એસીબી જે.એન.ઝાલા નાએ ભરૂચ શહેર ‘સી’ ડીવી પો.સ્ટે. । ગુરનં. ૧૯/૧૯ના ગુનાનો આરોપી સતુભા સોમભા જાડેજા રહે. મોટા રેહા ગામ તા.જી.ભૂજ ખાતેથી ગુનાને અજામ આપતો હોવાની માહિતી આધારે સાયબર ક્રાઇમની ટીમના પોલીસ માણસોને આરોપીની તપાસમાં ભૂજ ખાતે મોકલી આપેલ.જયાં સાયબર સેલની ટીમે આરોપી સતુભા સોમભા જાડેજાના ઘરે લોકલ પોલીસ સાથે છાપો મારતાં આરોપી પોલીસની ઘરપકડથી બચવા માટે પોતાના ઘરને આગ લગાડેલ જે આગ બેકાબુ બનતાં સાયબર ટીમના પોલીસ માણસો તથા સ્થાનિક પોલીસના માણસોએ ભારે જહેમત બાદ ઘરનો દરવાજો તોડી આરોપી તથા આરોપીની માતા,બેન તથા ભાઇને સહી સલામત બહાર કાઢેલ,જે સંબંધે પણ ભૂજ જીલ્લાના પધ્ધર પો.સ્ટે.માં આરોપીની માતાએ ફરીયાદ આપતા આરોપી વિરૂધ્ધ અલાયદો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને સાયબર ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ૮/૮ 41 (1) આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ કરવા સારૂ ભરૂચ શહેર ‘સી’ ડીવી. પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




