માં શક્તિ નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આલ્ફા સોસાયટીના પટાંગણમાં ચાલતા માં આદ્યશક્તિ શક્તિ અંબિકાની આરાધના અને ઉપાસનાના ભાગરૂપે આસોના નવલા નોરતા નું આયોજન ભારતીય પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે પ્રમાણે કરવામાં આવ્યું છે.જેમાં સમાજના અબાલ,વૃદ્ધ, તેમજ યુવાનો અને યુવતીઓ ગરબે ઝૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે.
જેમાં ત્રાલસા ગામમાં આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને ગરબા રમવાનો લહાવો મળે માટે તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. માં શક્તિ નવરાત્રી મહોત્સવ સમિતિના સહયોગથી સમાજના લોકો સાથે દિવ્યાંગ બાળકો ભળીને ગરબાનો આનંદ મેળવ્યો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બાળકોને ચણીયા ચોળી તથા ધોતિ કુર્તાનું દાન આપવામાં આવ્યું હતું.ગરબા બાદ દાતાઓએ બાળકો માટે નાસ્તા અને આવવા-લઈ જવાની બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




