વાગરામાં કપનીનું ઝેરી પાણી ઠાલવતા એકને પોલીસે ટેન્કર સહિત ઝડપી પાડ્યો,જયારે ડ્રાયવર ફરાર.

0
241

ઝેરી વેસ્ટ વોટર ભરેલું રૂપિયા પાંચ લાખની કિંમતનું ટેન્કર પોલીસે કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી.

વાગરા તાલુકાના ગંધાર ગામની હદમાં ફેક્ટરીનું ઝેરી વેસ્ટ વોટર ઠાલવતા બે શખ્સો પૈકી એકને પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો.પોલીસે પાંચ લાખની કિંમતનું ટેન્કર કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં કેમિકલ વેસ્ટ ઠાલવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હતી.તેમની
સૂચના અને માર્ગદર્શન હેઠળ મુજબ વાગરા પોલીસ મથકની હદમાં ગંધાર ગામના ખુલ્લામાં આવેલા ચોખ્ખા પાણીના નાના-નાના ખાડાઓમાં વહેલી સવારે બે ઈસમો ટેન્કરમાંનું વેસ્ટ વોટર ઠાલવતા હતા.

ત્યારે વાગરા પોલીસે બે પૈકી એકને પકડી પાડતાં તેનું નામ દલપત શંકર ચાવડા રહે. પોરડા,તા.ઠાસરા,જી.ખેડાનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટેન્કરનો ચાલક સુરેશ રમણ ચાવડા રહે, પોરડા, તા.ઠાસરા ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો.ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલુ ટેન્કર નંબર જીજે ૧૮ એ.યુ ૮૩૦૧ કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY