ભરૂચ,જંબુસર બાયપાસ ચોકડી પર જ્યારે પણ મોટા વાહનો પસાર થાય છે ત્યારે ખખડધજ રોડની હાલતમાં હોય તેની રજકણો ધૂળની સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે જેનાથી આજુબાજુ ના રહેશો અને દુકાનદારો કંટાળી ચુક્યા હતા. જેથી આજે ત્યાંના સ્થાનિકોએ બાયપાસ ચોકડીને ચક્કાજામ કરી પોતાનો વિરોધ કર્યો હતો.

ભરૂચ બાયપાસ ચોકડી વાહનોથી હર હંમેશ ધમધમતો રહે છે. આ ચોકડી પરથી દહેજ થી ભરૂચ ભરૂચ થી જંબુસર જવાનો મુખ્ય માર્ગ હોય હંમેશા વાહનોથી ઘમઘમતો રોડ અહીંયા જોવા મળે છે.રસ્તો ખરાબ હોવાથી અહીંથી પસાર થતા લોકોને ઘણી વખત અકસ્માતોનો પણ ભય રહેલો છે.બાયપાસ ચોકડી પાસે ઘણી શાળાઓ પણ આવેલી હોય ત્યાંથી પસાર થતા બાળકોને પણ આ અકસ્માતના ભયનો સામનો કરવો પડે છે.

બિસ્માર જંબુસર બાયપાસ રોડ તરફ તંત્રના ઉપેક્ષિત વલણ સામે બુધવારે સ્થનિકોનો વિરોધ કરી ચક્કાજામ કરી પ્રદર્શન કરવામા આવ્યું હતું. આ વિસ્તારની અંદર રોડના કારણે ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડે છે. એક નજરે તો જેમ કે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે લોકોને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ રહ્યું છે

અનેક વાર રોડ રસ્તા માટે સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યા છતાં તેનું કોઈપણ નિર્ણય ના આવતા આખરે સ્થાનિકોએ પુન: ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી પર ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
જોકે પુનઃ ચકકજામ થતાની સાથેજ સફાળા જાગેલા વહીવટી તંત્રએ રોડની મરામતની કામગીરી ચાલુ કરવી હતી.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





