ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારા નજીકના દિવસોમાં લોકસભા ચુંટણી અન્વયે આદર્શ આચારસંહીતા અનુંસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી જીલ્લામાં પ્રોહી તથા જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પો.ઇન્સ જે.એન.ઝાલા નાઓની સુચના આધારે પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ. કે.એમ.પટેલ એલ.સી.બી ભરૂચ નાઓની ટીમ પેટ્રોલીગમા હતી દરમ્યાન સાથેના હે.કો. અજયભાઇને બાતમી મળેલ કે ભરૂચનો જાણીતો બુટલેગર રાહુલ કાશોરભાઇ કાયસ્થનો એક સ્વીફ્ટ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી લાવી ઉમરાજ ગામે જતા રોડની બાજુમાં ખુલ્લા ખેતરમાં કટીંગ કરવાનો છે અને ગ્રાહકોને ઉમરાજ ગામે જતા રોડ ઉપર બોલાવેલ છે જે આધારે ઉમરાજ ગામ જવાના રોડ ઉપર વોચમા રહી એક ઇસમ તથા ત્રણ ઓટો રીક્ષા ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે ઝડપી પાડેલ છે
પકડાયેલ આરોપી-આસીફ અબ્દુલ હમીદ શેખ રહે. સીફા રોડ ધોબી તળાવ મોટી માર્કેટ ભરૂચ
પકડાયેલ મુદ્દામાલ- ભારતીય બનવાટનો વિદેશી દારૂ (૧) જીનીયંન્સ વ્હીસ્કી ૭૫૦ મી.લીની કુલ બોટલ નંગ ૧૩૮ કિં રૂ ૫૫,૨૦૦/- તથા (૨) કેર્ઝી રોમીયો વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલ નંગ- ૧૮૬ કિં રૂ ૭૪,૪૦૦/- મળી કુલ બોટલ નંગ ૩૨૪ કિં રૂ ૧,૨૯,૬૦૦/- (૩) આરોપીની અંગઝડતીમાંથી મોબાઇલ નંગ ૦૨ કિં રૂ ૫૫,૦૦/- તથા રોકડા રૂપિયા ૬૫૦/- (૪) રીક્ષાઓ નંગ-૦૩ કિં રૂ.૬,૫૦,૦૦૦/- નો મળી કુલ્લ મુદ્દામાલ કિં રૂ ૨,૮૫,૭૫૦/-
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





