ભરૂચના દહેગામ ગામમાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

0
197

ગ્રામજનોને તેમની સમસ્‍યાઓને લઇને સરકાર પાસે આવવું ન પડે, પરંતુ સરકાર સ્‍વયં તેમના પ્રશ્‍નો અને સમસ્‍યાના ઉકેલ માટે તેમના દ્વારે થઈ જાય તેવી વ્‍યવસ્‍થા ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેના ભાગરૂપે ભરૂચની દહેગામ ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

દહેગામ ખાતેના સેવાસેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રીમીલેયરને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, બી.પી.અને ડાયાબીટીસની ચકાસણી માટે હેલ્‍થ વેલનેસ કાર્ડ, લગ્ન માટે નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડ, મા અમૃતમ-વાત્‍સલ્‍ય કાર્ડ નોંધણી, ૭-૧૨, ૮-અના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેન્‍કોમાં બચતખાતા ખોલવા માટેની અરજીઓ, વરિષ્‍ઠ નાગરિકતા તેમજ દિવ્‍યાંગતા પ્રમાણપત્રો, લર્નિંગ લાયસન્‍સ, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત,સમાજ કલ્‍યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્‍યક્‍તિલક્ષી લાભો માટેની અરજીઓ,વિધવા સહાય તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જેનો દહેગામ ગામના અંદાજીત ૧૩૦૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી અર્જુનસિંહ, મામલતદાર પી.ડી.પટેલ,આરોગ્ય શાખાના ડો,કેશવ કુમાર, દહેગામના ઉત્સાહી સરપંચ ઈલ્યાસ પટેલ,જિલ્લા પંચાયતના સભ્ય ફારૂક પટેલ સહિત ગ્રામપંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હજાર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY