ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે ભરૂચ અને વડોદરા જિલ્લામાં પ્રોહીબેશનના ગુનાઓમાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ જિલ્લામાં સારી કામગીરી બજાવી રહી છે. પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ એ ડિવિઝન પોલીસસ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના મળી હતી કે,ભરૂચ સી ડિવિઝન, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, તથા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજુ (રસોઈયો)ઉર્ફે રાજુભાઈ ધીરુભાઈ રાવળ,રહે સમની,સરકારી દવાખાના પાસે, આમોદ હાલ રહે વ્રજવિહાર સોસાયટી ભોલાવ, ભરૂચ ના ને ભરૂચ સીટી વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે ભરૂચ માં આ રાજુ રસોઈયા નું નામ હતું પણ જુગાર રમવાની લત ને કારણે કહેવાય છે કે દેવા માં ડૂબેલા રાજુએ ગુન્હાખોરી ના રસ્તે ચડી રાજુ રસોઈયા માંથી રાજુ બુટલેગર બની ગયો ને આખરે નાસ્તો ફરતો ગુન્હેગાર પોલીસ ના લાંબા હાથે ઝડપાઇ ગયો જે જુગાર રમનારાઓ માટે લાલ બત્તી સમાન છે
રિપોર્ટ ધનંજય ઝવેરી tel:7574888861
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







