ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ મહિનાના ચોથા ગુરૂવારના દિવસને ફરિયાદ નિવારણ દિવસ તરીકે જાહેર કરેલ છે. માહેઃનવેમ્બર-૨૦૧૮ના માસનો ચોથા ગુરૂવારે તા.૨૨-૧૧-૨૦૧૮ ના રોજ ફરિયાદ નિવારણ દિવસ કલેક્ટર કચેરી ખાતે હોઇ ફરિયાદ અરજી તા.૧૦-૧૧-૨૦૧૮ સુધીમાં કચેરીમાં રૂબરૂ અથવા ટપાલમાં બે નકલમાં મોકલી આપવાની રહેશે.
અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ ખાસ લખવાનું રહેશે. અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર કરવાની રહેશે. અને તેમાં અરજદારે પોતાનો ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. પોસ્ટકાર્ડ કે, અંતરદેશી પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાના પ્રશ્નો જાતે રજૂ કરવાના રહેશે. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી. અરજદાર એકજ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો કરી શકાશે નહિ.અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ સ્પષ્ટ જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમનુસાર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલ હોય પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે. કોર્ટને લગતા, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો ઘ્યાને લેવામાં આવશે નહિં. તેમજ જે અરજદારશ્રીને ફરિયાદ નિવારણમાં હાજર રહેવાની જાણ કરેલ હોય તે સિવાયના ફરિયાદ નિવારણના પ્રશ્ન લઇને અન્ય કોઇપણ અરજદારે હાજર રહેવાનું નથી.
માહે-ફેબ્રુઆરી-૨૦૧૧ થી ‘ગ્રામ સ્વાગત’ કાર્યક્રમ શરૂ કરવા અભિગમ છે અને આ કાર્યક્રમ હેઠળ ગામના પ્રશ્નોની ફરિયાદ અરજીનો ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમ સમાવેશ કરી નિકાલ કરવાની છે. જેથી જે તે માસની ૧ લી તારીખથી ૧૦ મી તારીખ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી મોકલવાની રહેશે. માહેઃનવેમ્બર-૨૦૧૮ માસનો ‘તાલુકા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૦-૧૧-૨૦૧૮ ના રોજ યોજાનાર હોઇ ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી તા.૧૦-૧૧-૨૦૧૮ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને મોકલી આપવાની રહેશે તેમ કલેકટરશ્રી ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







