ભુજ કચ્છ: કચ્છમાં અનુ.જાતિ.ની છાત્રાના મુત્યુ અંગે અનુ.જાતીના વિવિધ સંગઠનો દ્વારા પશ્ચિમ કચ્છ એસ.પી. અને પશ્ચિમ કચ્છ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આજરોજ સ્વામીબાપા કોમર્સ કોલેજની વોર્ડનની ધરપકડ કરવા અને ભુજમાં મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા કૉલેજના ટ્રસ્ટી રામજી હિરાણી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માટે કચ્છ જિલ્લા કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પી. ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વિથોણ ગામ તાલુકા નખત્રાણા કચ્છ જિલ્લાની અનુસૂચિત જાતિની યુવતીને આજે દેશ આઝાદ થયો તેના ૭૦ વર્ષ બાદ પણ જાતિવાદી વલણ રાખી ષડ્યંત્ર રચીને ભુજની મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા કૉલેજની હોસ્ટેલ દ્વારા સમયસર સારવાર ન કરાવી તેને મરતા મજબૂર કરાવેલ છે. જે ઘટના તા.૧૮/૧૦/૨૦૧૮ના રોજ બનેલ હતી આજે ૮ દિવસ થઈ ગયા બાદ પણ પોલીસ દ્વારા તે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવતી નથી. શા માટે મહિલા આરોપીની ધરપકડ આવતી નથી ?? એવી કઈ શક્તિ છે કે જેના કારણે આરોપીની ધરપકડ કરવામાં આવતી નથી ??
આ કેસમાં તપાસ અધિકારી અને સંસ્થા વચ્ચે આર્થિક વ્યવહારના કારણે ધરપકડ કરવામાં આવતી નથી

એટ્રોસિટી એક્ટના નવા નિયમ અનુસાર ૧૮-એ કલમ મુજબ એટ્રોસીટી દાખલ થાય કે તરત જ આરોપીની ધરપકડ કરવાની હોય છે. પરંતુ પોલીસ દ્વારા આ માલેતુજાર સંસ્થાને સમય આપી હાઇકોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે લઈ આવવા માટે એની સાથોસાથ આ સંસ્થાના ટ્રસ્ટી રામજીભાઈ હિરણ આ ઘટનાના ત્રીજા દિવસે ગુજરાતમાં સ્ટેટમેન્ટ આપેલ છે કે અમે સાચા છીએ આ દલિતો સમાજ કલ્યાણ તેમજ વકીલની સહાય અને રૂપિયા પડાવવા એટ્રોસિટીના કેસો કરતા હોય છે.અને એમ પણ કહ્યુ કે અમે હાઇકોર્ટમાંથી આ ની ધરપકડ પર સ્ટે લઇ આવશું આનો મતલબ સીધો એવો થાય છે કે આ કેસમાં તપાસ કરનાર અધિકારી અને સંસ્થા દ્વારા આર્થિક વ્યવહાર થયેલ છે. જેના લીધે આઠ દિવસ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા હાઇકોર્ટમાંથી સ્ટે લઇ આવેલ છે.
દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ સંસ્થાના ટ્રસ્ટી રામજીભાઈ હિરાણીએ સમસ્ત અનુસૂચિતજાતિ સમાજનો અપમાન કરેલ છે કે દલિતો રૂપિયા પડાવવા એટ્રોસિટીના કેસ કરે છે. તેની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવે અને આ કેસની તપાસ કરનાર અધિકારી પાસેથી તપાસ લઈ અન્ય અધિકારને સોંપવામાં આવે. આમ જાતિવાદનો ભોગ બની મુત્યુ પામનારના પિતા જયંતીભાઈ બેંકમાં નોકરી કરે છે તેને ક્યારે શિષ્યવૃતિ નથી લીધી કે થયાના બીજા દિવસે આવેલ સમાજ કલ્યાણ અધિકારીને લેખિતમાં સહાય ન લેવાનું જણાવેલ છે છતાં આ સંસ્થા દ્વારા સમસ્ત અનુસુચિત જાતિ સમાજનું અપમાન કરેલ છે.
આમ કચ્છ જિલ્લાના ઓલ ઇન્ડિયા એસસી, એસટી, ઓબીસી,માયનોરિટી મહાસંઘ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, રાષ્ટ્રીય દલિત અધિકાર મહાસંગ,એકલનારી શકિત મંચ, આંબેડકર યુવા ભીમ સેના(માનકુવા), યુવાભીમ સેના (ભૂજોડી), આંતરરાષ્ટ્રીય ભીમ સેના (કચ્છ), અખિલ કચ્છ મેઘવંશી મેડીકલ ગ્રુપ દ્વારા આપ શ્રીને નમ્ર વિનંતી છે કે આ આરોપી મહિલાની વોર્ડન ની ધરપકડ કરવામાં આવે અને આ સંસ્થાના ટ્રસ્ટી રામજી હિરાણી સામે ગુન્હો નોંધવામાં આવે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







