ભરૂચ ની સંત કૃપા સોસાયટી ના કથિત રહીશો ને લઘુમતી સમાજ સાથે વિગ્રહ!?

0
298

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ શહેર ને અડીને આવેલા ઝાડેશ્વર વિસ્તાર માં રોડ પર આવેલ સંતકૃપા સોસાયટી કે જે આઈનોક્સ સામે આવેલ છે તેમાં અને નજીક માં વસતા હિન્દૂ જૈન (લઘુમતી) વસ્તી વચ્ચે દેરાસર મુદ્દે વિવાદ થયો છે ત્યારે જૈનો દ્વારા ગત રાત્રી એ સી ડીવી.પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી વ્યથા વ્યક્ત કરી હતી કે સ્થાપિત કથિત લોકોને ગણપતિ અને નવરાત્રી નો રોડઉપર થતો શોરબકોર ,મોટે થી વાગતા લાઉડસ્પીકરો માં તકલીફ નથી પરંતુ અલ્પસંખ્યક જૈનો ના મંદિર માં અંદર ના ભાગે થતી માત્ર પર્યુસણ પર્વ ની પૂજા નડે છે,સોસાયટી ને મંદિર માં આવતા ભાવિક શ્રાવકો ની સાઈડ માં પાર્ક કરેલા સ્કૂટર નડે છે? અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર માં માત્ર 200 થી વધુ જૈન ઘર આવેલા છે ત્યારે નિયમ મુજબ સવારે ઉઠી દેવદર્શન કરવા આવતા શ્રાવકો કેમ આંખમાં કણા ની જેમ ખૂંચે છે? શું દરેક સોસાયટી માં મંદિરો બાંધવાનો હક્ક બહુલક વસતી ધરાવતા હિન્દૂઓ ને જ છે? અરે મુસ્લિમ વિસ્તારો માં શિયા સુન્ની ની મસ્જિદો હોય છે તેને અલ્લાહ નું ઘર કહેવાતું હોવા થી વિવાદો નથી, તો માત્ર જૈન મંદિર બંધાય કે પૂજાય તો વિવાદ શેનો?વગેરે વેધક સવાલો કરાતા પ્રજામાં પણ આવા એકપક્ષી ધર્મીઓ પર ઘૃણા ઉત્પન્ન થાય તો નવાઈ નહીં.વળી સમગ્ર ભરૂચ શહેર ના જૈન ધર્મીઓ આવનાર દિવસો માં ભેગા થઈ ધારાસભ્ય ને રજુઆત કરે કે આંદોલન કરે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે કાયદો કડક હાથે આવા તત્વો ને તેમની મર્યાદા બતાડે તે જરૂરી થઈ પડયુ છે.

ધનંજય ઝવેરી 9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY