પાલેજ ખાતે ટ્રાવેલ્સની બસમાંથી એક વેપારીની ચાંદીની પ્લેટની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા.

0
13

ભરૂચના પાલેજ પાસે અાવેલા વરેડિયા ગામ નજીક અાવેલી એક હોટલ પર ચા – પાણી માટે ઉભી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા રાજકોટના ચાંદીના વેપારીની ચાંદીની પ્લેટની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી પલાયન થઇ જતા પાલેજ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસી
ટીવી કેમરામાં કેદ થઇ જવા પામી હતી.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગત તારીખ ૨૮ ના રોજ સવારના અાઠ થી સવા અાઠ વાગ્યાના અરસામાં ને.હા. પર ભરૂચના વરેડિયા ગામ નજીક અાવેલી એક હોટલ પર ચિરાગ ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર જી. જે. બી વી ૪૦૯૩ માં બેસી સુનિલ ઉર્ફે નાગનાથ સંભાજી જાધવ રહે. મળોલી તા.માલસીરીસ જી.સોલાપુર (મહારાષ્ટ્ર) હાલ રહે. અાલ્કા પાર્ક સોસાયટી, રાજકોટનાઓ જેઓ સોના – ચાંદીના દાગીના બનાવી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે.

તેઓ લકઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે બસ વરેડિયા નજીક અાવેલી એક હોટલ પર ચા – પાણી કરવા રોકાઇ હતી. ત્યારે સુનિલ બહાર નીકળ્યો હતો. તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે બસમાં મુકેલા નાગનાથના થેલામાંથી ચાંદીની પ્લેટ વજન ૧૯.૫૦૦ કિ.ગ્રા. કિંમત રૂપિયા સાત લાખ બાસઠ હજાર ચારસો પચાસની ચોરી કરી પલાયન થઇ ગયો હતો.જે સંદર્ભે સુનિલ ઉર્ફે નાગનાથએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધનંજય ઝવેરી:-9978409623

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY