દિવાળી આવી ત્યારે કદાચ રાજ્ય ના ફટાકડા બજારો માં આગ લાગે તો ?

0
149

દિવાળી પહેલા ફટાકડા અને આર્મ્સ ફેકટરીઓ માં આગ ની દુર્ઘટના સર્જાય ત્યારે અરેરાટી ઉપજે છે ત્યારે જો દિવાળીમાં ફટાકડા બજાર માં આગ લાગે ત્યારે સર્જાતી પરિસ્થિતિઓ ના દાખલા વડોદરા સહિત ના શહેરો માં બન્યાજ છે ત્યારે આ દિવાળી માં હરખપદુડા ગ્રાઉન્ડ ના માલિકો ફટાકડા ના વેપારીઓ પાસે થી કમાઈ લેવાની લ્હાય માં સ્ટોલ વેચી કામ પૂરું થયા નો હાશકારો અનુભવે છે પણ તંત્ર ને સરકારી પ્રોગ્રામો માં થી નવરાશ મળે તો જાહેરનામું બહાર પાડી શકે ને?
ફટાકડા વેંચતા વહેપારીઓ પાસે નીચે મુજબ ની પરવાનગીઓ અને સુરક્ષાના સાધનો જરૂરી છે
1 એક્સપ્લોસીવ લાયસન્સ
2.સ્થાનિક નગરપાલિકા કે કોર્પોરેશન નું લાયસન્સ.
3 પોલીસ વેરિફિકેશન અને પરવાનગી.
4.પૂરતા ફાયર એક્ટીબ્યુસર ,
રેતી,પાણી ની વ્યવસ્થા.
5.ફાયર એક્ટીબ્યુસર એક્સપયરી ડેટ ના છે કે સમયસર રિફીલિંગ થયેલા છે તેની ચકાસણી કરવી,અને તેના ઉપયોગ નું જરૂરી જ્ઞાન સ્ટોલ ધારક ને છે?
6.સ્ટોલ વચ્ચે નું અંતર આગ ના સંદર્ભે ફાયર ફાઇટર જઇ શકે તેમ છે?
7 નગર પાલિકા કે કોર્પોરેશન દ્વારા વેચાણ સમયે સ્થળ નજીક આગશામક વાહન ઉભા રાખવામાં આવે છે?
8.ફટાકડા ના વેપારી અને ફટાકડા લેવા આવતા ગ્રાહકો નો ગ્રુપ જનરલ ઇન્સ્યોરન્સ સ્ટોલ આપનાર કે સ્ટોલ ધારકે ઉતાર્યો છે તેની ચકાસણી કર્યા બાદ જ ફટાકડા વેચાણ નો હંગામી પરવાનો અપાય છે? કે રામેરામ…
ભરૂચ માં પણ મળતા અહેવાલો મુજબ ઉપરોકત વિષયે ઘણી ત્રુટીઓ જોવા મળેલ છે તો તંત્ર તાત્કાલિક પગલાં લેશે કે વ્હાલા દવલા ની નીતિ માં અઘટિત ઘટના ની રાહ જોશે?

ધનંજય ઝવેરી 9978406257 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY