સુરત, તા.૨
રિંગરોડ આશના ટેક્સટાઈલ્સ તથા શ્રીનાથજી ત્રિવિધ ચેમ્બર્સના એક વેપારી પાસેથી અલગ-અલગ બિલથી યાર્નનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ પેમેન્ટ નહીં ચૂકવી રૂ.૫૧.૩૮ લાખનો વિશ્વાસઘાત કરી બે આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ ટીજીબી હોટલની ગલીમાં શાંતિદીપ રેસીડેન્સી ખાતે હેમેન્દ્રભાઈ શાહ રહે છે. તેમની એક કાપડની દુકાન રિંગરોડ આશના ટેક્સટાઈલ તથા શ્રીનાથજી ત્રિવિધ ચેમ્બર્સમાં આવેલી છે. લસકાણા નગર ડાયમંડ નગર ખાતે આવેલી કલથીયા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ-૨ના શૈલેષભાઈ તોગડીયા તથા હસમુખ સાભડીયા વગેરેઅોએ તેમની પાસેથી યાર્નનો મસમોટો જથ્થો ખરીદ્યો હતો. જુદી જુદી તારીખે ખરીદેલા આ મસમોટા યાર્નના જથ્થાની કિંમત રૂ.૫૧.૩૮ લાખનો થાય છે. ત્યારબાદ આજદિન સુધી પેમેન્ટ નહીં ચૂકવી હેમેન્દ્ર શાહ નામના વેપારી સાથે ૫૧.૩૮ લાખનો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવવામાં આવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



