૧૪ મી એ ત્રિરંગા યાત્રા અને યાદ કરો કુરબાનીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

0
110

દેશભરમાં રાષ્ટ્રવધ્વરજ પ્રત્યે્ સન્માનની ભાવનાનું સિંચન થાય તેમજ દેશ પ્રત્યેર સમર્પણની ભાવના જાગૃત્ત થાય તેવા આશયથી ૭૨મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યા્એ એટલે કે તા.૧૪ મી ઓગષ્ટેના રોજ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રિરંગા યાત્રા ;તંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાાએ સાંજે ૦૫:૩૦ કલાકે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નિકળી વાયા કસક ગળનાળા – શીતલ સર્કલ થઇ જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા,જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા,જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, નગરપાલિકા ના પ્રમુખ સુરભી તમાકુવાલા દ્રારા લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજને સન્મામન સાથે રાખી જીપમાં ક્રાંતિકારીઓ ગાંધીજી, સરદાર પટેલ, ભગતસીંગ, ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભીત કરવામાં આવી હતી.જેમાં પાછળ પોલીસ બેન્ડનું વાહન, ૭૨ બાઇક સવારો, યુનિફોર્મમાં પોલીસ જવાનો, સ્કૂલના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વામી વિવેકાનંદ મંડળના સભ્યો, મહિલા મંડળના સભ્યો અને નાગરિકો જોડાયા હતાં.

ત્રિરંગા યાત્રામાં જોડાનાર સર્વે નાગરિકોએ પોતાના હાથમાં દેશભક્તિ ના સુત્રો દર્શાવતા પ્લેવકાર્ડ સાથે ભારત માતા કી જય સાથે ભરૂચ શહેરના રાજ માર્ગો ગુંજી ઉઠ્યા હતાં.

આ ઉપરાંત જિલ્લાના મહાનુભાવો ધ્વારા મશાલ
પ્રજ્વલ્લન તથા સમર્પણનો સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરાએ ભરૂચ જિલ્લાના સર્વ લોકોને ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લોકોને ૧૫મી ઓગષ્ટની શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY