ભરૂચ ખાતે www.psbloansin59minutes.com ના પોર્ટલનું લોકાર્પણ કાર્યક્રમ યોજયો.

0
11

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી દ્વારા સુક્ષ્મ લઘુ અને મધ્‍યમ ઉધમના પ્રોત્‍સાહન માટે www.psbloansin59minutes.com ના પોર્ટલનું લોકાર્પણ કાર્યક્રમનું રાષ્‍ટ્રીયકક્ષાએ ઉદઘાટન આજરોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પોર્ટેલની વિસ્‍તૃત જાણકારી આપવા માટે આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ટાઉનહોલ ખાતે દિલ્‍હી લોકસભાના સાંસદ મીનાક્ષી લેખીના અધ્‍યક્ષસ્‍થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્‍ય દુષ્‍યંત પટેલ, દિલ્‍હી નીતિ આયોગના સેક્રેટરી આર.પી. ગુપ્‍તા, એમ.એસ.એમ.ઇ.ના ડાયરેક્‍ટર ડી.કે.મદાન,જિલ્લા કલેક્‍ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે,બેન્‍ક ઓફ બરોડાના મહાપ્રબંધક બી.આર.પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા,જિલ્લા આગેવાન યોગેશ પટેલ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

આ પ્રસંગે સમારંભના અધ્‍યક્ષસ્‍થાનેથી દિલ્‍હી લોકસભાના સાંસદ મીનાક્ષી લેખીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીએ અર્થશાષાને ધ્‍યાનમાં રાખીને દેશની અર્થવ્‍યવસ્‍થાને સુધારી છે. તેમણે એમ.એસ.એમ.ઇ.ની વિસ્‍તૃત માહિતી આપતાં કહ્‍યું હતું કે,લઘુ અને મધ્‍યમ ઉદ્યોગને શીઘ્રતાથી અને સરળતાથી રૂા.૧ કરોડ સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં ઓનલાઇન મેળવી શકાય તે માટે આ પોર્ટેલનું આજરોજ લોકાર્પણ થઇ રહ્‍યું છે. આ પોર્ટલ ધ્‍વારા લઘુ અને મધ્‍યમ ઉદ્યોગો માટે કાનૂનનું અનુપાલન સરળતાથી થાય તેમજ લઘુ અને મધ્‍યમ ઉદ્યોગોના કર્મચારીઓને સુરક્ષાનો લાભ મળી શકશે. તે અંગેની યોજનાઓને પણ આવરી લેવામાં આવે છે. તેમણે ઉદ્યોગો એ દેશના વિકાસનું કરોડરજ્જુ છે. ઉદ્યોગોના વિકાસ થકી દેશના અર્થતંત્રને વેગ મળશે તેમ જણાવી કેન્‍દ્ર સરકાર ધ્‍વારા આપવામાં આવતી વિવિધ સબસીડીની પણ માહિતી આપી હતી.

સાંસદશ્રી મનસુખ વસાવાએ કેન્‍દ્ર સરકાર ધ્‍વારા આ પોર્ટેલના માધ્‍યમથી ઉદ્યોગ સાહસિકોને ખુબ જ સારૂ પ્‍લેટફોર્મ પુરૂ પાડેલ છે ત્‍યારે કોઇ પણ પ્રકારના ધંધા રોજગાર માટે લોન લેતા પહેલાં તાલીમ-જરૂરી માર્ગદર્શન મેળવી યુવા વર્ગને ઉદ્યોગક્ષેત્રે લઘુ ઉદ્યોગ – મધ્‍યમ ઉદ્યોગમાં આગળ વધવા ઉપસ્‍થિત સૌને અનુરોધ કર્યો હતો. ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે ઉદ્યોગકારો અને યુવામિત્રોને આવી પ્રકારની યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરે તેવો અનુરોધ ર્ક્‍યો હતો.

જિલ્લા કલેક્‍ટર રવિકુમાર અરોરાએ એમ.એસ.એમ.ઇ. સપોર્ટેડ પોર્ટલ અંગે કોઇ પણ પ્રકારની મુશ્‍કેલી અંગે સંપર્ક કરવા જણાવેલ. એમ.એસ.એમ.ઇ.ના ડાયરેક્‍ટરશ્રી ડી.કે.માદમે એમ.એસ.એમ.ઇ. પોર્ટલની વિસ્‍તૃત માહિતી આપી હતી. દિલ્‍હી નીતિ આયોગના સેક્રેટરી આર.પી.ગુપ્‍તાએ જણાવ્‍યું હતું કે, ભારત સરકારે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે લીધેલા પગલાંની વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે સુક્ષ્મ,લઘુ અને મધ્‍યમ ઉદ્યોગોના પ્રોત્‍સાહન માટે શરૂ કરવામાં આવેલ પોર્ટેલની વિસ્‍તૃત માહિતી આપતાં ટ્રેડ્‍સ પોર્ટલ, મુદ્રા યોજના, સ્‍ટેન્‍ડપ ઇન્‍ડિયા યોજના, સી.જી.ટી. એમ.એસ.ઇ.વિશે પણ માહિતી પુરી પાડી હતી.આ પ્રસંગે બેન્‍ક ઓફ બરોડાના સિનિયર મેનેજર પૂર્વીન પાનવાલા સહાયક મહાપ્રબંધક આર.વી.ગૌતમ તથા જિલ્લા ઉદ્યોગકેન્‍દ્રના અધિકારી ધ્‍વારા જરૂરી પ્રેઝન્‍ટેશન તથા બેન્‍ક – ઉદ્યોગોને લગતી ઉપયોગી માહિતી પુરી પાડી હતી.
www.psbloansin59minutes.com પોર્ટેલ કે જેનું રાષ્‍ટ્રીયકક્ષાએ ઉદઘાટન આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જેનું જીવંત પ્રસારણ કાર્યક્રમના સ્‍થળે સૌ એ નિહાળ્‍યું હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓ અધિકારીઓ સહિત લાભાર્થીઓ ભાગ લીધો હતો.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY