પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફે બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી મુક્યો છે.
બનાવની મળતી માહિતી મુજબ એસપી રાજે
ન્દ્રસિંહ ચુડાસમાની દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પડવાની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંગે પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડાહ્યાભાઈ ખત્રી રહે,બરાનપુરા ખત્રીવાડ નાઓને તેના ઘર પાસેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
tel:ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






