ભુજ તાલુકાના ઢોરી ગામમાં જુગાર રમતા છ શકુનિઓ પકડાયા

0
236

ભુજ : પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર આર. ધરડાને મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના ઢોરી ગામે મુબારક હાજી સમેજા, રહે. સમેજાવાસ, નવાવાસ તા.ભુજ, ઢોરીના રહેણાંક મકાનના સામે ખુલ્લા આંગણામાં હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી સચોટ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટરની માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે બાતમી વાળી જગ્યા ઉપર દરોડો પાડ્યો હતો.

દરોડા વાળી જગ્યા પરથી કુલ છ ઈસમો મળી આવ્યા હતા.૧) મુબારક હાજી સમેજા ઉ.વ.૩૧ ૨) દામજી રાણાભાઇ ગાગલ ઉ.વ.૩૪ ૩) ત્રિકમ ગોપાલભાઈ ગાગલ ઉ.વ.૪૦ ૪) ભગુ પાંચાભાઇ ચાડ ઉ.વ.૩૨ ૫) ભીમજી દયારામ કાપડી ઉ.વ.૪૦ ૬) શંભુ રાણા ગાગલ ઉ.વ.૩૭ તમામ આરોપીઓ રહે. ઢોરી તા.ભુજ, આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે જપ્ત કરી જુગાર ધારાની ૧૨ કલમ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે.

આ દરોડાની કામગીરીમાં બી ડિવિઝન પોલીસના પી. આઇ. વી. કે. ખાંટ, પો.હેડ.કોન્સ. પંકજકુમાર કુશવાહા, નરેન્દ્ર આર. ધરડા, કોન્સ્ટેબલ નરેશગીરી ગોસ્વામી, શક્તિસિંહ જાડેજા, ધરમેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY