ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદિના પાર્ક વિસ્તારમાં ઘરની બહાર રમતા બાળક ઉપર અચાનક કુતરાએ હૂમલો કરતા ગંભીર રીતે ઘાયલ બાળકને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદિના પાર્ક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે પરદા બનાવવાનો કામ કરતા શાહનવાઝ અબ્દુલમજીદ મલેકનો અઢી વર્ષિય પુત્ર મહંમદ ફૂરકાન મલેક ઘરના આંગણે રમી રહ્યો હતો. દરમિયાન અચાનક એક કૂતરાએ આવી તેના ગાલના ભાગે બચકું ભરી લેતા ફૂરકાનને ગાલે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.પરંતુ સિવિલમાં કોઈ સર્જન ન હોવાથી હાજર તબીબે બાળકને ગંભીર ઇજાઓ હોઇ પ્રાથમિક સારવાર આપી અન્ય હોસ્પીટલમાં ખસેડવા જણાવતા બાળકના પરિવારજનો એ બાળકને ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડયો છે.
જયાં બાળકને હાલમાં હડકવા ન થાય તેની સારવાર શરૂ કરવામાં આવી છે.બે દિવસ બાદ બાળકના ગાલનું ઓપરેશન હાથ ધરાશે તેમ તબીબ દ્વારા જાણવા મળ્યું હતું. હાલમાં બાળકની હાલત સારી હોવાના એહવાલ મળી રહ્યા છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







