ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા સાહેબ નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લા મા દારૂ તેમજ જુગાર ની પ્રવૃતિ નાબુદ કરવા ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તેમજ ટીમ ના પોલીસ માણસો અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે નાકાબંધી દરમિયાન
ત્યારે પાનોલી નજીક બાકરોલ ઓવરબ્રીજ ખાતે સુરત થી અંક્લેશ્વર તરફ્ના ટ્રેક ઉપર વોચ મા રહેલ દરમ્યાન બે અલગ-અલગ એકટીવા ઉપર કુલ ત્રણ ઇસમો (૧)વિશાલભાઇ પરસોત્તમભાઇ વસાવા (ર) કમલેશભાઇ અર્જુનભાઇ વસાવા (૩) યોગેશભાઇ ગોવિંદભાઇ વસાવા ત્રણેય રહે-જુના બોરભાઠા,પારસી ફળીયુ તા-અંક્લેશ્વર નાઓને ગે.કા. વગર પાસ પરમીટના ના વિદેશી દારૂ ની કુલ બોટલ નંગ-૧૪૪ કી.રૂ.૧૪,૪૦૦/-નામુદ્દામાલ સાથે ઝડપી પાડવામા આવેલ અને પકડાયેલ ઇસમોની મુદ્દામાલ સંબંધે પુછપરછ કરતા સુરત જીલ્લા ના કોસંબા નજીક ના લીંબાડા ગામ ના મનીષ ઉર્ફે મનોજ અર્જુનભાઇ વસાવા મારફતે બુધાભાઇ સોમાભાઇ વસાવા, રહે-સીંગલ ફળીયુ કોસંબા જી-સુરત પાસેથી ખરીદ કરી વેચાણ કરવા લઇ જતા હોવાનુ જણાવેલ જેથી ઉપરોક્ત પકડાયેલ ઇસમોના કબ્જામાંથી મળી આવેલ વિદેશી દારૂ ની બોટલ નંગ-૧૪૪ ની કી.રૂ.૧૪,૪૦૦/-તથા એકટીવા સ્કુટર-૦૨ કી.રૂ.૮૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ ની કી.રૂ. ૫૫૦૦/- મળી કુલ કી.રૂ.૯૯,૯૦૦/-નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







