વડોદરા : તાજેતરમાં વડોદરાના મેઘાકૂઇ ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો આસપાસના ૧૦ ગામોના લોકોએ વિવિધ કામો માટે ઉત્સાહભેર લાભ લીધો હતો. લાભાર્થીઓએ સરળતાથી અને સ્થળ પર જ કામો થઇ જતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
અઠવાડીયું લાગે, વડોદરા સુધી ધક્કો ખાવો પડે અને ભાડું ખરચવુ પડે એવું કામ એકજ દિવસમાં થઇ ગયું એવી લાગણી વ્યક્ત કરતાં મેઘાકૂઇના અંબાલાલ વણકરે જણાવ્યું કે મારે આવકના દાખલાની જરૂર હતી. સેવાસેતુમાં તૈયારીમાં ફોર્મ ભરાઇ ગયું, તલાટીના સહીસિક્કા થઇ ગયા અને દાખલો પણ હાથોહાથ મળી ગયો. સોમાભાઇ ખુશાલભાઇને આવકનો અને સીનીયર સીટીઝનનો દાખલો જોઇતો હતો. તેમને લાગતુ હતું કે આ કામ માટે વડોદરા ધક્કા ખાવા પડશે અને ભાડાનો ખર્ચ કરવો પડશે. સેવાસેતુમાં તેમને આ બંને દાખલા ગણત્રીના કલાકોમાં મળી ગયા. તેમણે પણ રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમને ખુશખુશાલ થઇને દિલથી બિરદાયો હતો.
કાનજીભાઇ પરમારે જણાવ્યું કે મુખ્યમંત્રીએ સેવાસેતુ કાર્યક્રમ ધ્વારા ઘણી સારી વ્યવસ્થા કરી છે. ગામલોકોને તેના કારણે નાના-નાના કામો માટે છેક વડોદરા, મામલતદાર કચેરી સુધી દોડવું પડતુ નથી. સેવાસેતુમાં ઘરઆંગણે ઘણાં બધાં કામો થઇ જાય છે અને જરૂરી દાખલા, કોઇપણ જાતની મુશ્કેલી, વાંધાવચકા વગર મળી જાય છે. સેવાસેતુમાં ૧૪થી વધુ ખાતાઓના ૫૫ જેટલા પ્રકારના કામો ઝડપથી અને સરળતાથી થઇ જાય છે એટલે જ સેવાસેતુ કાર્યક્રમ ગ્રામજનોને ઘેરબેઠાં ગંગા જેવો લાગે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







