શુકલતીર્થના મેળા દરમ્‍યાન રોગચાળો અટકાવવા સહિતની અન્ય કાળજી રાખવા જરૂરી સૂચના 

0
9

શુકલતીર્થના મેળામાં હાથલારીઓ નિયત જગ્‍યાએ જ ઊભી રાખવી

ભરૂચ : ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પ્રતિવર્ષની માફક ચાલુ વર્ષે કાર્તિકી પુનમનો મેળો તા.૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ સુધીના સમયમાં જાહેર મેળો ભરાશે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી મોટા પ્રમાણમાં સમુદાય એકત્રીત થશે. જેથી  મેળામાં હાથ લારીઓમાં માલ સામાન રાખી વેપાર કરનાર વેપારીઓ ઉપર નિયંત્રણ મુકવા માટે જે જગ્‍યાએ લારીઓ ઉભી રાખવા નકકી કરેલ હોય તે જગ્‍યા સિવાય અન્‍ય જગ્‍યાએ લારીઓ ઉભી રાખી વેપાર કરવા પર પ્રતિબંધ મુકવો આવશ્‍યક જણાય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ આઇ.જે.માળીએ એક હુકમ ઘ્‍વારા તા.૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ સુધીના સમય માટે (બંને દિવસો સહિત) શુકલતીર્થ ગામના મેળામાં કોઇપણ ઇસમોએ પોતાની હાથ લારીઓ મેળામાં એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ ફેરવવી નહિ. પરંતુ પોલીસ ખાતા અગર ગ્રામ પંચાયત તરફથી નિયત કરેલ જગ્‍યાએ જ ઉભી રાખવાની રહેશે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવશે.

* શુકલતીર્થના મેળા દરમ્‍યાન નર્મદા નદીમાં નિયત કરેલ હદની અંદર જ સ્‍નાન કરવું.

નિયત ઘાટની હદની બહાર સ્‍નાન કરવા ઉપર પ્રતિબંધ

શુકલતીર્થ ગામે તા.૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ દરમિયાન પ્રતિવર્ષની માફક જાહેર મેળો ભરાશે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર અન્‍ય રાજયોમાંથી પણ ઘણી મોટી સંખ્‍યામાં લોકો એકત્રીત થાય છે. તથા શુકલતીર્થ મુકામે આવેલ નર્મદા નદીના ઘાટ પર સ્‍નાન કરે છે. નર્મદા નદીના પાણી ઉંડાં હોવાથી તેમજ નદીમાં ખાડા પડેલ હોવાથી અકસ્‍માત થવાની શકયતા છે. જેથી નર્મદા નદીના અમુક વિસ્‍તારમાં સ્‍નાન કરવા પર નિયમન કરવાનું આવશ્‍યક જણાય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ આઇ.જે.માળીએ એક જાહેરનામા ઘ્‍વારા તા.૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ (બંને દિવસો સહિત) સમયમાં શુકલતીર્થ, કબીરવડ, તથા મઢી મુકામેના નર્મદા નદીના ઘાટથી ગ્રામ પંચાયત તથા પોલીસ ખાતા તરફથી નકકી થયેલ હદની અંદર જ લોકોએ સ્‍નાન કરવું તથા નિયત ઘાટની હદની બહાર સ્‍નાન કરવા પર પ્રતિબંધ મુક્‍યો છે.

* શુકલતીર્થ ગ્રામ પંચાયતની હદમાં જાહેર માર્ગો કે રસ્‍તાઓ ઉપર દારૂખાનુ ફોડવા પર પ્રતિબંધ

શુકલતીર્થ ગામે પ્રતિવર્ષની માફક ચાલુ વર્ષે કાર્તિકી પુનમનો મેળો તા.૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ સુધીના સમયમાં જાહેર મેળો ભરાશે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી મોટા પ્રમાણમાં સમુદાય એકત્રીત થશે અને ઘાસ, કામળા, વાંસ, વિગેરેથી માંડવા તૈયાર કરવામાં આવશે. જેથી ઉપરોકત દિવસો દરમ્‍યાન શુકલતીર્થ ગામની હદમાં કોઇપણ વ્‍યકિતએ ફટાકડા દારૂખાનું જાહેર રસ્‍તા ઉપર ફોડવાથી જાહેર સલામતિને અવરોધ તથા ટ્રાફીકને અડચણ થાય તેવો પૂરો સંભવ છે. જેથી જાહેર માર્ગો રસ્‍તાઓ ઉપર ફટાકડા, દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનું આવશ્‍યક જણાય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ આઇ.જે.માળીએ એક જાહેરનામા ઘ્‍વારા ઉપરોકત જણાવેલ તારીખના દિવસો દરમ્‍યાન શુકલતીર્થ ગ્રામ પંચાયતની હદના માર્ગો/રસ્‍તાઓ ઉપર દારૂખાનું ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉકત યાદીની કલમ -૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે.

* શુકલતીર્થના મેળા દરમ્‍યાન રોગચાળો અટકાવવા દરેક વ્‍યકિતને કાળજી રાખવી જરૂરી

શુકલતીર્થ ગામે કાર્તિકી પુનમનો મેળો તા૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ સુધી જાહેર મેળો ભરાશે. અભિપ્રાય મુજબ કેટલાક કૃત્‍યોથી ચેપી રોગચાળો ફાટી નિકળવાનો પુરો સંભવ છે. તેથી દરેક વ્‍યકિતએ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમાં જે સ્‍થળે પાણી પીવા માટે નિયત કર્યા હોય તેની નજીકમાં ૧૨ ફૂટના વિસ્‍તારમાં અથવા જે તે જગ્‍યા ઉપર ન્‍હાવું ધોવું કે, કપડા ધોવા કે જાનવરોને નવડાવવા નહિ  અને વાહનો ધોવા નહિ, યાત્રાના સ્‍થળે નિયત કરેલ જગ્‍યા સિવાય અન્‍ય જગ્‍યાઓ પર ઝાડો પેશાબ કરવા નહિ, ગંધાતા વાસી, અને ઉતરી ગયેલા અગર માનવખાધ માટે બિન ઉપયોગી એવા ફળફળાદિ પીણા તથા ખોરાક વેચવા નહિ, ખાનપાનની દુકાનો, હોટલો, રેસ્‍ટોરન્‍ટ તથા પોતાની દુકાનો અસ્‍વચ્‍છ અને ગંદી રાખવી નહિ, યાત્રાળુઓ કોલેરા, શીતળા, પ્‍લેગ જેવા ચેપી રોગથી પીડાતા હોય તેમને ફરજ પરની સેનેટરી ઇન્‍સ્‍પેકટર પાસેથી તેવા રોગ અટકાવવા માટેની દવા-ઇન્‍જેકશનો વિગેરે અગાઉથી લીધા વગર યાત્રામાં આવવું નહિ, અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ આઇ.જે.માળીએ એક જાહેરનામા ઘ્‍વારા શુકલતીર્થ અને જયાં આજુબાજુના ગામોમાં જયાં જયાં યાત્રા ભરાતી હોય તેવા સ્‍થળોમાં કેટલાક કૃત્‍યો કરવા સંબંધી જણાવેલ શરતો અને સુચનાનો ચુસ્‍તપણે અમલ કરવા કેટલાંક નિયંત્રણો મુકાયા છે.

 

નિયમોનો જે કોઇ વ્‍યકિત ભંગ કરશે અથવા તેમ કરવામાં મદદ કરશે અથવા તેમ કરવામાં મદદ કરશે  તેને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ અનુસાર ત્રણ માસની કેદ અથવા રૂા. ૨૦૦/- સુધીનાદંડ અગર બંને શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા.૧૯/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ ભરૂચે એક જાહેરનામા ઘ્‍વારા જણાવ્‍યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY