જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ધ્વજવંદન તથા યુથ કોંગ્રેસના યુવાનો દ્રારા તિરંગા યાત્રા યોજાઈ.

0
263

આજ રોજ દેશમાં ૭૨માં સ્વતંત્રતા પૂર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે કાર્યકરો દ્રારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે યુથ કોંગ્રેસના યુવાન કાર્યકરોએ બાઈક પર તિરંગા યાત્રા કાઢી હતી.

ભારત દેશમાં ૭૨ માં સ્વતંત્રતા પર્વ ઉત્સાહ,ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ ઉપસ્થિત રહીને જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા દ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી ભારત અને ગુજરાતના તમામ લોકોને આઝાદીના સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્યાર બાદ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણની આગેવાનીમાં યુથના યુવાનો દ્રારા ભરૂચના સ્ટેશન સર્કલ ખાતે એકત્રિત થઈને બાઇકો પર સવાર થઈને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જે ભરૂચના રાજમાર્ગો પર ફરી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,યુથ પ્રમુખ શેરખાન પઠાણ,ગુજરાત યુથ કોંગ્રેસ મહામંત્રી સમસાદઅલી સૈયદ,જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર, ભરૂચ શહેર કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ ચેતના વસાવા, સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—-

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY