મહારાષ્ટ્રઃ વર્ધામાં સેનાના હથિયાર ડેપોમાં ભીષણ બ્લાસ્ટ : ૬ના મોત,૧૮ ઘાયલ

0
9

જૂના વિસ્ફોટક પદાર્થોને નષ્ટ કરવાની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થયો
બે વર્ષ પહેલાં પણ ડેપોમાં વિસ્ફોટ થતાં ૧૬ જવાનોના મોત થયા હતા
મુંબઈ,તા.૨૦
મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેનાના આર્મી ડેપોમાં મંગળવારે સવારે અચાનક એક ભયાનક બ્લાસ્ટ થયો જેમાં છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે આ બ્લાસ્ટમાં ૧૮ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જુના વિસ્ફોટક પદાર્થોને નષ્ટ કરી રહ્યા હતા તે દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વર્ધામાં પુલગાંવ આર્મી ડેપોમાં મંગળવાર સવારે બ્લાસ્ટ છ લોકોને ભરખી ગયો છે. ફાયરિંગ ડેપોમાં થયેલ આ ભયંકર ધમાકામાં એક ડઝન કરતા પણ વધારે લોકોને ઈજા પહોંચી છે. આ બ્લાસ્ટ થયો ત્યારે સવારની શિફ્ટમાં કામ કરનારા લગભગ ૪૦ લોકો ત્યાં હાજર હતા. વર્ધાથી લગભગ ૧૮ કિલોમીટર દૂર આવેલ આ ડેપોમાં જૂના વિસ્ફોટકોને નષ્ટ કરવાનું કામ ચાલી રહ્યું હતું.
મંગળવારે થયેલ બ્લાસ્ટના કારણે પ્રશાસનની લાપરવાહી સામે આવી છે. જા કે, હાલમાં વિસ્ફોટક પર કેમિકલ નાખીને તેને ઠંડુ પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત થયેલ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ તેમજ રાહત અને બચાવ દળ સાથે જાડાયેલ લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ એમ્યુનિશન ડિપો સૈન્ય ક્ષેત્ર છે અને હથિયાર ડિપોમાં તે સૌથી મોટું છે. બ્લાસ્ટ થયો તેના કારણે અહીં મોટા પ્રમાણમાં જાન અને માલની નુકસાની થઈ હોવાની આશંકા છે. આ બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું મોજું ફરી વળ્યું છે.
હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ વિસ્તારને ચારે તરફથી સીલ કરી દેવામાં આવ્યો છે અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરક્ષાને ધ્યાનમાં રાખી ગામના રહેણાક વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. ઘાયલોને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પણ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
બ્લાસ્ટ અંગે જાણવા મળતી વિગતોનુસાર પુલગામ ડિપોમાં ખમરિયા હથિયાર ડિપોનો સ્ટાફ જૂના અને નકામા વિસ્ફોટકો હટાવી રહ્યો હતો આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો.
જા કે આ પહેલીવાર નથી જયારે સેનાના આ ડેપોમાં બ્લાસ્ટ થયો છે. આ પહેલા આજથી બે વર્ષ પહેલા એટલે કે ૨૦૧૬માં મોડી રાત્રે ડેપોમાં રખાયેલા દારૂગોળામાં આગ લાગવાને કારણે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને જેમાં આર્મીના ૧૬ જવાનોના મોત થયા હતા જયારે ૧૯ લોકો ઘાયલ પણ થયા હતા. મૃત્યુ પામેલા આ જવાનોમાં સેનાના ૨ અધિકારીઓ પણ શામેલ હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY