ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાથી પ્રોહીબીશન તથા જુગાર બદી સદન્તર નાબુદ કરવાના ભાગરૂપે કામગીરી કરવા જણાવેલ તે અનુસંધાને આજ રોજ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મેઘા તેવર ના માર્ગદર્શન હેઠળ તા.૨૧/૧૧/૨૦૧૮ ના વાલીયા પોલીસની જુદી-જુદી ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની રેઇડોની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર ઝેડ.એન.ઘાસુરા સાહેબ વાલીયા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી ચોક્ક્સ માહીતીમળેલ કે વાલીયા ટાઉનમાં હનુમાન ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમે છે તે બાતમી આધારે પંચો તથા પોલીસના માણસો સાથે સદર જગ્યાએ રેઈડ કરતા કુલ સાત તહોમતદારો જુગાર રમતા રોકડ રૂપિયા-૧૨,૫૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩ કિં.રૂ- ૭,૫૦૦/- તથા જુગારના સાધનો સહિત કુલ કિં.રૂ।.-૨૦,૦૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી (૧)કેતનભાઇ જયંતીલાલ મિસ્ત્રી (૨) સતનામસીંગ નારસીંગ વસાવા (૩) અનિલ દિપાભાઇ વસાવા (૪)ભાવેશ રવિન્દ્ર પંચાલ (૫) દેવરામ લાલુભાઇ વસાવા (૬) રાજેશ શંકર વસાવા (૭) રાજ મનોજભાઇ પંચાલ તમામ રહેવાસી નંબર- ૧, ૨, ૩, ૫, 5, ૭ રહેવાસી, વાલીયા તથા નં- ૪ રહે.ડહેલી તા. વાલીયાવાળા પકડાઈ ગયેલ હોય તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વાલીયા પો.સ્ટે. ॥ ગુ.ર.નં. ૪૩/૨૦૧૮ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






