જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ

0
404

પોલીસ અધિક્ષક રેજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંક્લેશ્વર વિભાગ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી./જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. જુગારની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન બાતમી આધારે પો.સ.ઇ. કે.ડી.જાટ તથા સ્ટાફના માણસોએ ઝરણાવાડી ગામની સીમ માથી આરોપી નં-(-) અનીલભાઇ મોતીભાઇ વસાવા રહે,ઝરણાગામ (૨) પ્રદિપભાઇ ઉર્ફે બદલો ચંદુભાઇ પટેલ રહે ચાસવડ (૩) દાઉદ ઉર્ફે દેવાભાઇ સોમાભાઇ વસાવા રહે હાથાકુંડી (૪) સુમનભાઇ ગુલાબભાઇ વસાવા રહે ઝરણાવાડી (૫) બાલુભાઇ છીતુભાઇ વસાવા.રહે ચાસવડ (૬) વિનોદભાઇ સુરસીગભાઇ વસાવા રહે ઝરણા (૭) મોહનભાઇ ‘ગામીયાભાઇ વસાવા રહે હાથાકુંડી નાઓ સ્થળ ઉપર થી પકડી પાડેલ અને તમામ આરોપીઓની અંગઝડતી માથી કુલ રૂપીયા ૫૧૫૦/- તથા દાવ ઉપર ના રૂપીયા ૭,૫૦૦/- મળી કુલ્લે રૂપીયા ૧૨,૬૫૦/- તેમજ મોમાઇલ નંગ-૪ કિરૂ.૬,૦૦૦/- તથા મો.સા.નંગ-૨ કિરૂ.૫૦,૦૦૦/- તથા ઓટો રિક્ષા કિરૂ.૪૦,૦૦૦/-, તથા જુગાર રમવાના સાધનો સહિત કુલ્લે રૂપીયા ૧,૦૮,૬૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ પોલીસ રેડ દરમ્યાન નાશી જનાર આરોપી
આશિષભાઇ મુકેશભાઇ વસાવા તથા અલ્પેશભાઇ પ્રભાતભાઇ વસાવા તથા મુકેશભાઇ અર્જુનભાઇ ત્રણેવ રહે હાથાકુંડી નાઓને શોધખોળ કરી અટક કરવા અંગેની તજવીજ ચાલુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY