સિખોના પ્રથમ ધર્મગુરુ નાનક દેવની ૫૦૦મી જ્યંતિ પર કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
સરકાર ગુરદાસપુર જિલ્લાથી લઈને આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોરનું નિર્માણ કરશે
ન્યુ દિલ્હી,તા.૨૨
સિખોના પ્રથમ ધર્મગુરૂ નાનક દેવની ૫૦૦મી જ્યંતી પર ભારત સરકારે કરતારપુર સાહિબ સુધી કોરિડોરનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ બાબતની જાહેરાત કરી હતી. આ સાથે જ હવે શ્રેય લેવાની ખેંચતાણ પણ શરૂ થઈ ગઈ છે. આ મામલે પાકિસ્તાને પણ સકારાત્મક વલણ દાખવ્યું છે.
પંજાબ સરકારના મંત્રી નવજાત સિંહ સિદ્ધૂની પાકિસ્તાન યાત્રા બાદ જ કરતારપુર સાહિબ કોરિડોરને લઈને ચર્ચાએ જાર પકડ્યું હતું. હવે આ મામલે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ મામલે રાજનાથ સિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ પર્વને ધૂમધામથી ઉજવશે. સરકાર ગુરૂદાસપુર જીલ્લાથી લઈને આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. અહીં જરૂરિયાત અનુંસારની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ કોરિડાર કરતારપુર સાહિબ નવા ઈચ્છુકોને મદદરૂપ થશે.
આ ઉપરાંત પાકિસ્તાન સરકારને પણ અપીલ કરવામાં આવશે કે તે પોતાના વિસ્તારમાં આ રૂટ માટે સુવિધા ઉભી કરે. આ ઉપરાંત સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે પંજાબના કપૂરથલા જીલ્લામાં પડતા સુલ્તાનપુર લોધી શહીરનો સ્માર્ટ સિટીના સ્વરૂપમાં વિકસીત કરવામાં આવશે. આ શહેરને ‘પિંડ બાબે નાનક દા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત અમૃતસરમાં પણ ગુરૂ નાનકના નામે પણ યૂનિવર્સિટી બનાવવામાં આવશે, જ્યાં ધર્મના પાઠ ભણાવવામાં આવશે. આ યૂનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સાથે જાડાણ કરવામાં આવશે. તેવી જ રીતે રેલવે મંત્રાલય પણ ગુરૂનાનન દેવ સાથે સંકળાયેલા સ્થળો માટે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. ભારત સરકાર દ્વારા યૂનેસ્કોને પણ અપીલ કરવામાં આવશે કે ગુરૂ નાનકના વિચારોને તમામ ભાષાઓમાં પ્રકાશીત કરાવવામાં આવશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આ મામલે શ્રેય લેવાની જંગ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે કહ્યુું હતું કે, અકાલી દળની અપીલ પર કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે, તેના માટે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છે. તો બીજી બાજુ પંજાબ સરકારમાં મંત્રી નવજાત સિંહ સિદ્ધૂએ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂએ પોતાની પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



