નર્મદા નદીના નાના પુલની બાજુના પાણીમાંથી માથા વગરની ડેથબોડી મળી આવી.

0
293

ઝઘડીયાથી કબીરવડ જતા નર્મદા નદી પરના નાના પુલની બાજુમાં પાણીમાં માથા વગરની એક બિનવારસી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ઝઘડીયાથી કબીરવડ જવા માટે નર્મદા નદીમાં કાચો રસ્તો બનાવેલ છે. જેમાં પાણીમાં એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે.પુલ પરથી યાત્રાળુઓની અવરજવર રહે છે. પુલની બાજુમાં પાણીમાં કોઈ અજાણ્યા ઇસમની લાશ પડી હોવાની જાણ લીમોદરા ગામના સરપંચ જીગનેશ પારસીગ વસાવા ને થતા તેમણે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ કરતા પુલની બાજુમાં જ પાણીમાં કોઇ અજાણ્યા ઈસમની લાશ જણાય આવી હતી.

પોલીસે હોડી દ્વારા નદી કિનારે લાવવામાં આવી હતી.મરનાર ઈસમે કાળા કલરનુ પેન્ટ પહેરેલ હતું.તે સિવાય શરીર પર કોઇ ન હતા.લાશનો માથાનો ભાગ જળચર પાણીઓ ખાઈ ગયા હોય એવું માલુમ પડતું હતું. ઝઘડીયા પોલીસે લાશ અંગે નોંધ કરી મરનારનું મોત પાણીમાં ડુબી જવાથી થયું છે કે કોઈ અન્ય કારણોસર થયું છે તેની તપાસ હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY