ઉધોગો એ દેશના વિકાસનું કરોડરજજુ છે, ઉધોગના વિકાસ થકી દેશના અર્થતંત્રને વેગ મળશે.
ભરૂચ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ધ્વારા સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉધમના પ્રોત્સાહન માટે www.psbloansin59minutes.com ના પોર્ટલનું તા.૨ જી નવેમ્બરે રાષ્ટ્રીયકક્ષાએ ઉદઘાટન માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પોર્ટેલની વિસ્તૃત જાણકારી આપવા માટે આજરોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે નીતિ આયોગના સેક્રેટરી આર.પી.ગુપ્તાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સમારંભના અધ્યક્ષસ્થાનેથી નિતિ આયોગના સેક્રેટરી આર.પી.ગુપ્તાએ એમ.એસ.એમ.ઇ.ની વિસ્તૃત માહિતી આપતાં કહ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગને શીઘ્રતાથી અને સરળતાથી રૂા.૧ કરોડ સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં ઓનલાઇન મેળવી શકાય તે માટે આ પોર્ટેલનું લોકાર્પણ થયું છે. આ પોર્ટલ ધ્વારા લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કાનૂનનું અનુપાલન સરળતાથી થાય તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કર્મચારીઓને સુરક્ષાનો લાભ મળી શકશે. તે અંગેની યોજનાઓને પણ આવરી લેવામાં આવે છે. તેમણે ઉદ્યોગો એ દેશના વિકાસનું કરોડરજ્જુ છે. ઉદ્યોગોના વિકાસ થકી દેશના અર્થતંત્રને વેગ મળશે તેમ જણાવી કેન્દ્ર સરકાર ધ્વારા આપવામાં આવતી વિવિધ સબસીડીની પણ માહિતી આપી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, આ માધ્યમથી ઉદ્યોગ સાહસિકોને ખુબ જ સારૂ પ્લેટફોર્મ પુરૂ પાડેલ છે ત્યારે કોઇ પણ પ્રકારના ધંધા રોજગાર માટે લોન લેતા પહેલાં તાલીમ-જરૂરી માર્ગદર્શન મેળવી યુવા વર્ગને ઉદ્યોગક્ષેત્રે લઘુ ઉદ્યોગ – મધ્યમ ઉદ્યોગમાં આગળ વધવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ એમ.એસ.એમ.ઇ. સપોર્ટેડ પોર્ટલ અંગે કોઇ પણ પ્રકારની મુશ્કેલી અંગે સંપર્ક કરવા જણાવેલ. એમ.એસ.એમ.ઇ.ના ડાયરેક્ટર ડી.કે.માદમે એમ.એસ.એમ.ઇ. પોર્ટલની વિસ્તૃત માહિતી આપી હતી. દિલ્હી નીતિ આયોગના સેક્રેટરી આર.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે લીધેલા પગલાંની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવેલ પોર્ટેલની વિસ્તૃત માહિતી આપતાં ટ્રેડ્સ પોર્ટલ, મુદ્રા યોજના, સ્ટેન્ડપ ઇન્ડિયા યોજના, સી.જી.ટી.એમ.એસ.ઇ. વિશે પણ માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર પૂર્વીન પાનવાલા સહાયક મહાપ્રબંધક આર.વી.ગૌતમ તથા જિલ્લા ઉદ્યોગકેન્દ્રના અધિકારી ધ્વારા જરૂરી પ્રેઝન્ટેશન તથા બેન્ક – ઉદ્યોગોને લગતી ઉપયોગી માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે જે ઉદ્યોગકારોની લોન મંજૂર થયેલ તેઓને મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના ઉપમહાપ્રબંધક એસ.કે.મોહંટી, બેન્ક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીગણ અને સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગના સંચાલકો – યુવાવર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





