તા.૦૩, ૦૪, ૦૫ ડિસેમ્‍બરના રોજ ભરૂચ નર્સિંગ સ્‍કુલ ખાતે દિવ્‍યાંગો માટેનો કેમ્‍પ યોજાશે 

0
10

ભરૂચ જિલ્લાના દિવ્‍યાંગજનોએ કેમ્‍પનો લાભ લેવા અનુરોધ

ભરૂચ : ભરૂચ જિલ્લામાં એલીમ્‍કો ઉજ્જૈન તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ ધ્‍વારા વિશ્વ દિવ્‍યાંગ દિનની  ઉજવણીના ભાગરૂપે દિવ્‍યાંગજનો માટેના સાધન સહાય અને વિતરણ માટેના આંકલન અને તપાસણી કેમ્‍પ તા.૦૩-૦૪-૦૫/૧૨/૨૦૧૮ ના રોજ સવારે ૯:૩૦ કલાકે નર્સિંગ સ્‍કુલ, સિવિલ હોસ્‍પિટલ – ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. તમામ દિવ્‍યાંગોએ કેમ્‍પનો લાભ લેવા જણાવાયું છે.

જિલ્લાના દિવ્‍યાંગ ભાઇ – બહેનોને સાધન સહાય આપવા માટે નામ નોંધણી કરવામાં આવનાર હોઇ  આ કાર્યક્રમમાં વધુ ને વધુ દિવ્‍યાંગોને લાભ લેવા આમંત્રિત કરવામાં આવે છે. આ કેમ્‍પમાં દિવ્‍યાંગ લાભાર્થી કે જેઓ ૪૦ ટકા કે તેથી વધુ અપંગતાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, આવકનો દાખલો, રહેણાંકના પુરાવા ન હોઇ તેઓને સ્‍થળ પર જ કાઢી આપવામાં આવશે. આ કેમ્‍પમાં નામ નોંધણી કરાયેલ દિવ્‍યાંગજનોને વ્‍હીલચેર, ટ્રાયસીકલ, ઘોડી, કેલીપર્સ, હીઅરીંગ એઇડ, વોકિંગ સ્‍ટીક, મોબાઇલ, ઇલેક્‍ટ્રીક મોટર સાયકલ, એમ.આર.કીટ વિ. દિવ્‍યાંગતાના પ્રકાર અને ટકાવારીના આધારે નામ નોંધણી કરવામાં આવશે તથા લાભાર્થીઓ માટે સમાજ સુરક્ષા ખાતાની અન્‍ય યોજનાઓ, દિવ્‍યાંગ શિષ્‍યવૃતિ, આધારકાર્ડ વિગેરેની માહિતી તથા ફોર્મ વિતરણ કરવામાં આવશે આથી જિલ્લાનાં તમામ દિવ્‍યાંગોને આ કેમ્‍પનો લાભ લેવા અનુરોધ ર્ક્‍યો છે.

વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી – ભરૂચ અને બાળ સુરક્ષા કચેરી – ભરૂચનો સંપર્ક કરવો તથા ફોન નંબરઃ ૦૨૬૪૨ – ૨૬૩૮૨૩, ૦૨૬૪૨ – ૨૫૦૩૧૫ તેમજ નજીકના પી.એચ.સી / સી.એચ.સીનો સંપર્ક કરવા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY