ભરૂચના નેશનલ હાઇવે ૪૮ ઉપર હોટલ ન્યાય મંદિર નજીકથી પસાર થતી અલ્ટો કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ૩ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જયારે આ અકસ્માતમાં ૧ને ગંભીર ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હોટલ ન્યાય મંદિર નજીકના રોડ ઉપર મહરાષ્ટ્રથી વડોદરા તરફ જઈ રહેલા ચાર મિત્રો કાર નંબર MH-10-AN-6956 લઈને પસાર થઈ હતા. દરમિયાન અલ્ટો કારને પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રેલર નંબર GJ-05-AT-1840ના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારના ફૂડચા ઉડી ગયા હતા.
અકસ્માતમાં કારમાં સવાર.ચારેવ લોકો અંદર ફસાઈ ગયા હતાં. સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ રાજુ પવાર (ઉ.વર્ષ.૪૦), ગણેશ સુથાર(ઉ.વર્ષ.૨૮) અને સંતોષ શિલ્પી(ઉ.વર્ષ.૨૯)તથા આસિફને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે ૧૦૮ મારફત ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડયા હતા.
આ બનાવમાં ૩ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાની અને એક વ્યક્તીને ગંભીર ઇજાઓ પહોંચી જેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








