ભરૂચ જિલ્લામાં હથિયારી/બિન હથિયારી કોન્‍સટેબલ – લોકરક્ષક (પુરૂષ/મહિલા), જેલ સિપાહી(પુરૂષ)(મહિલા/મેટ્રન) વર્ગ-૩ પરીક્ષા સંદર્ભે કેટલાંક નિયંત્રણો મૂકાયા

0
11

ભરૂચ : ગુજરાત રાજય પોલીસ દળમાં હથિયારી/બિન હથિયારી કોન્‍સટેબલ – લોકરક્ષક (પુરૂષ/મહિલા), જેલ સિપાહી(પુરૂષ)(મહિલા/મેટ્રન) વર્ગ-૩ ની જગ્‍યાઓની સીધી ભરતીની પરીક્ષા અત્રેના જિલ્લાનાં જુદા જુદા કેન્‍દ્રો ખાતે તા.૦૨/૧૨/૨૦૧૮ ના રોજ ૧૫:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજીક તત્‍વોનાં ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર તમામ પરીક્ષા કેન્‍દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઇપણ વ્‍યક્‍તિ કે વ્‍યક્‍તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવા પોલીસ અધિક્ષક – ભરૂચે દરખાસ્‍ત કરેલ છે.
જેથી અધિક મેજીસ્‍ટ્રેટ આઇ.જે.માળીએ મળેલ સત્તાની રૂ એ તા.૦૨/૧૨/૨૦૧૮ નાં રોજ યોજાનાર ગુજરાત રાજ્‍ય પોલીસ દળમાં હથિયારી/બિન હથિયારી કોન્‍સટેબલ – લોકરક્ષક (પુરૂષ/મહિલા), જેલ સિપાહી(પુરૂષ)(મહિલા/મેટ્રન) વર્ગ-૩ ની જગ્‍યાઓની સીધી ભરતીની પરીક્ષા દરમ્‍યાન ભરૂચ જિલ્લાનાં તમામ પરીક્ષા કેન્‍દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્‍યક્‍તિઓ સિવાયની કોઇપણ વ્‍યક્‍તિ કે વ્‍યક્‍તિઓનાં સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
આ હુકમ પરીક્ષાની કામગીરી સાથે કોઇ પણ રીતે સંકળાયેલ તમામ ફરજ પરના અધિકારી/કર્મચારીઓ, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહ રક્ષક દળની વ્‍યક્‍તિઓને તેમજ આકસ્‍મિક તપાસણીમાં આવતી તમામ ટુકડીઓને લાગુ પડશે નહીં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY