ચેન્નાઈ-મુંબઈ,તા.૩૦
સાઉથના સુપર સ્ટાર ગણાતા યશની પાંચ ભાષામાં રજૂ થઇ રહેલી ફિલ્મ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સને બોલિવૂડના સફળ ફિલ્મ સર્જકો મુંબઇ સહિત ઉત્તર ભારતમાં રજૂ કરશે એવી જાણકારી મલી હતી. એક્સેલ એન્ટરટેઇનમેન્ટના અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તર અને એના બંને ભાગીદારો રિતેશ સિધવાની તેમજ અનિલ થડાની આ ફિલ્મના હિન્દી વર્ઝનને મુંબઇ અને ઉત્તર ભારતની વિવિધ ટેરિટરીઝમાં રજૂ કરશે.
યશે મિડિયાને કહ્યું હતું કે એક્સેલ જેવું માતબર બેનર મારા વિતરક તરીકે મારી સાથે હોવાથી મારા માથા પરથી ઘણો બોજા હળવો થઇ ચુકવ્યો છે. ફરહાન અને એના સાથીદારોને ફિલ્મ વિતરણનો સારો અનુભવ છે અને નોર્થ ઈન્ડિયામાં આ લોકોની સારી વગ છે.
તેણે વધુમાં ઉમેર્યું કે હું વિતરણ બાબતમાં સાવ નવોદિત છું જ્યારે ફરહાન અને રિતેશ અનુભવી છે એટલે એ લોકો આ ફિલ્મને સારી રીતે રજૂ કરી શકશે અને મારી ફિલ્મ હિટ નીવડશે એની મને ખાતરી છે. કેજીએફના ટૂંકા નામે રજૂ થનારી આ ફિલ્મ સાઉથની ચારેચાર ભાષા- તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રજૂ થવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






