ઉપલેટામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ.

0
30

ઉપલેટા શહેરમાં “વિશ્વ દિવ્યાંગ દિવસ” નિમિત્તે ઉપલેટાની દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા” દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પુરા વિશ્વભરમાં 3 ડિસેમ્બરે દિવ્યાંગ બાળકો તથા દિવ્યાંગ વ્યક્તિઓના દિવસ તરીકે ઉજવાય છે. WHO ના સર્વે મુજબ વસ્તીના ત્રણ ટકા જેટલા અંદાજિત દિવ્યાંગજનો જોવા મળે છે. આ દિવ્યાંગજનોને પણ સમાજના એક અભિન્ન અંગ સમજી સરકાર તથા સમાજ તેના માટે સતત પ્રયાસો કરે છે. ઉપલેટા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્ય જ્યોત દિવ્યાંગ મંદબુદ્ધિ ધરાવતા ભૂલકાઓની સેવાકીય સંસ્થા કાર્યરત છે. જ્યાં સવાર થી સાંજ સુધી બાળકોને તમામ પ્રવૃતિઓ તેમજ સેવાઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થામાં હાલ ૨૩ જેટલા મંદબુદ્ધિના બાળકો નિઃશુલ્ક નિવાસ કરે છે. જેમાં સ્થાનિકની એક દીકરી પણ છે. સંસ્થા કોઈપણ બાળકો પાસેથી એક પણ પૈસો લેતી નથી. તેમને સંસ્થા દ્વારા પ્રવાસ, પર્યટન, તહેવારોની ઉજવણી, રમતગમત ક્ષેત્રે તાલીમ તથા મંદબુદ્ધિના બાળકોને નિવાસ અને તાલીમ આપે છે. તેમજ બાળકોને જીવન જરૂરી ક્રિયા જેવી કે બ્રશ કરવું, સ્નાન, ટોયલેટ, બાથરૂમ, નેલ કટીંગ, ભોજન કરતા વગેરે જેવી દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને દૈનિક જીવનમાં પોતાની રીતે સ્વતંત્ર બને તે માટેના સતત પ્રયાસો કરવામાં આવે છે. આ ઉજવણી પ્રસંગે શહેરના દરેક ક્ષેત્રે પ્રતિષ્ઠિત હોદેદારો, આગેવાનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે યુવા અગ્રણી મેહુલભાઈ ચંદ્રવાડીયા તરફથી દાતા તરીકે તમામને ભોજનની સેવા આપી હતી. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ અને મુસ્લિમ સમાજ સહિત ભાજપ, કોંગ્રેસના હોદ્દેદારો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY