ભરૂચ ગામ ખાતે ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

0
12

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે રાજ્યભરમાં યુવાનો સાયકલ યાત્રા કરી રહ્યા છે. લોકોને તેમાં જોડી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચનાં યુવાનો પણ યાત્રામાં સામેલ થયા હતા. પ્રસંગે ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાનું ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા ભવ્ય તથા કામધેનુ સમિતિના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના હેતુ સાથે અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ભાવનગરથી સમગ્ર રાજ્યમાં સાયકલ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે.જેમાં અંદાજિત 8000 કિમીની ગુજરાતભરમાં ગૌ ક્રાંતિ યાત્રા શરૂ થઈ છે. ભાવનગરથી ૩ યુવાનોએ યાત્રાનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. તેમની આ યાત્રાનો ઉદ્દેશ જણાવતાં કહ્યું હતું કે,રાષ્ટ્રના હિન્દુ સમાજ, પર્યાવરણ અને ગૌવંશને સ્પર્શ કરતી માંગણીઓ જેમકે ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી, ગુજરાતના તમામ શહેરોમાંથી ગૌચરની જગ્યાએ દબાણ દૂર કરી ખુલ્લી જગ્યા કરવામાં આવે,રાત્રિના ૭ થી સવારના ૭ વાગ્યા દરમિયાન ગૌવંશની હેરફેર ઉપર પ્રતિબંધ, ગૌવંશ ઉપર ક્રૂરતા જેવા ગુનાઓ દાખલ થયા હોય તેવા કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તેના આરોપીઓને કડકમાં કડક સજા કરવી,ગુજરાત રાજ્યમાંથી ગીર ગાય તેમજ ગૌવંશને ગુજરાત બહાર મોકલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સમાહર્તાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY