નવસારી ની એસએસવીબી નામની કંપનીએ કરોડો નું ફલેકુ ફેરવ્યું,ભરૂચની નામાંકિત કંપની ના કથિત રતીલાલે ભરૂચ માં સક્રિય ભૂમિકા ભજવી?

0
15

છેલ્લા કેટલાય દિવસો થી દક્ષિણ ગુજરાત માં અસંખ્ય કેસ જેના પર નોંધાયા છે તે એસએસવીબી કંપની ની માયાજાળ થી ભરૂચ પણ બાકાત ન હોવાનું લોકચર્ચા ની ચગડોળે ચડ્યું છે ભરૂચ ની ખાતર બનાવતી કંપની ના એક કોન્ટ્રકટેડ કર્મચારી એ કથિત કંપની માં પોતાના નામે લોકો નાણાં ઉઘરાવી લાંબા વ્યાજ અને મોટી આવક ની અપેક્ષા એ પોતાના અને અન્યો ના નાણાં રોકાવી નવસારી ની લેભાગુ કંપની માં કહેવાય છે લોકોની પરસેવાની કમાણી ફસાવી હોય તેમ ચર્ચાય છે

રોકાણકારો કોર્ટ કચેરી ના ધક્કા ,નાણાં તેમજ સમય ના બગાડ ની તેમજ શિક્ષિત હોવા છતાં મૂર્ખ બન્યા ની વાત સમાજ અને કંપની માં ન ફેલાય તેમાટે ચુપકીદી સેવી રહ્યા હોય તેમ પણ હોઈ શકે .

ચર્ચાય છે કે એક રોકાણકારે એજન્ટ ને આપેલ અને કંપની માં રોકેલ નાણાં ની ઉઘરાણી કરતા કથિત એજન્ટ દ્વારા વાહયાત અને ઉડાઉ જવાબ તેમજ કથિત ધમકી આપતા રોકાણકારે મહેનત ની મૂડી પરત મેળવવા ટૂંક સમય માંજ કોર્ટ નો દરવાજો ખખડાવવા નું મન બનાવી લીધું છે ત્યારે સમાજ માં ફરી કહેવત સાચી પડી કે “લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે”

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY