સી.એચ.સી.ભચાઉ મધ્યે તાલુકા આરોગ્ય કચેરી દ્રારા સગર્ભા બહેનો ની આરોગ્ય તપાસણી માટે કેમ્પ રાખવામાં આવેલ. કેમ્પ નો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ ગાયનેક ડો.કૃતિકા પોદ્દાર, ડો.સંધ્યા જાપડીયાં, તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સીંઘ,ડો.કુમાર, ડો.મહેતા,ડો.નરેશ સોલંકી,ડો.નારાયણ સીંઘ દ્રારા કરવામાં આવેલ. તાલુકા માંથી ૨૬૭ સગર્ભા બહેનો ની આરોગ્ય તપાસણી કરી H.B, HBSAG, RBS, HIV, VDRL, બ્લડ ગ્રુપ,યુરિન આલ્બ્યુંમીન સુગર, સોનોગ્રાફી કરવામાં આવેલ.અને થેલેસિમિયા ટેસ્ટ માટે ૧૧૧ બ્લડ સેમ્પલ લેવામાં આવેલ.તમામ જોખમી સગર્ભા ની તપાસ ગાયનેક સર્જન ડો.કૃતિકા, ડો.સંધ્યા, અને મેડીકલ ઓફીસર ડો.સોલંકી, ડો.નારાયણ સીંઘ દ્રારા કરવામાં આવેલ. તમામ ને પોષ્ટિક ખોરાક માટે સરગવા,ચળા,લીલા શાકભાજી,દૂધ સમયસર લેવા સમજ આપી અને આર્યન ફોલિક એસિડ ગોળી અને કેલ્સીયમ ની ગોળી નિયમિત લેવા , દર માસે મમતા દિવસે તપાસ કરાવવા અને ડીલેવરી સરકારી દવાખાના માં કરાવવા અનુરોધ કરાયો, સાથે મેલેરિયા, ડેગ્યું, ચિકનગુનિયા જેવા મચ્છરથી થતા રોગો થી બચવા મચ્છરદાની માં સુવા માટે જાણકારી તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સીંઘ દ્રારા આપવામાં આવેલ.લેબોરેટરી ટેસ્ટ લેબ ટેકનીસિયન પ્રદીપ પટેલ, પ્રેમભાઈ પંડ્યા, તપસીલ પટેલ, રેડ ક્રોસ ના સાગર સોઢા દ્રારા કરવામાં આવી. તમામ સગર્ભા ને લાવવા લઇ જવા ની વ્યવસ્થા તાલુકા આરોગ્ય કચેરી દ્રારા કરવામાં આવેલ. કેમ્પ ને સફળ બનાવવા તાલુકા હેલ્થ વિજીટર સોનાબેન રબારી, તાલુકા હેલ્થ સુપરવાઈજર દિપકભાઈ દરજી, તમામ ફિમેલ હેલ્થ વર્કર, આશાબેનો,આર.બી.એસ.કે.ટીમ એ જહેમત ઉઠાવેલ હતી
હીરાલાલ વાઘેલા…. ભચાઉ (કચ્છ )
Mo.9099193564
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





