ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા મહેંદી લગાવી સ્કૂલમાં જતા બે વિદ્યાર્થીનીને સ્કૂલ સંચાલકોએ બહાર કાઢી મુકતા હોબાળો.

0
403

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રીધર રેસીડન્સીમાં રહેતા લોકેશ શેખાવતની પુત્રી લાવણ્યા શેખાવત અને બીજી એક વિદ્યાર્થીની ભરૂચની દિલ્હી પબ્લિક સ્કુલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.પરિવારમાં લગ્ન પ્રસંગે હોય લાવણ્યાએ હાથ પર મહેદી મૂકી હતી.

તા.૧૨મીની સવારે તે શાળાએ જતા શાળા સંચાલકો દ્વારા તેને ક્લાસ રૂમમાં પ્રવેશ અપાયો ન હતો.શિક્ષક દ્વારા તેને લાયબ્રેરીમાં બેસાડી રાખવામાં આવી હતી. અંગેની જાણ વાલીને કરવામાં આવતાં તેઓ શાળા પર પહોચ્યા હતા.તો શાળા સંચાલકોએ બાળકીને લઇ જવા જણાવ્યું હતું.શાળા સંચાલકોએ બાળકીએ હાથ પર મહેંદી મૂકી હોય તેને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.આ બાબતે વાલીએ વિરોધ નોધાવ્યો હતો.

બનાવની જાણ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના જિલ્લા મહામંત્રી સેજલ દેસાઈને તથા તેમના કાર્યકરોને થતા તેવો તેમના કાર્યકરો સાથે સ્કૂલ પર પહોંચીને વાલીઓ અને સ્કૂલના સંચાલકોને મળીને રજુઆત કરી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ ફરમાન બદલી નાખવામાં આવે એવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY