ભરૂચ પાસે નર્મદા નદી પર 1344 મીટર લાંબો અને રૂપિયા 379 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલો કેબલ સ્ટેઈડ બ્રિજ ટ્રાફિકનાં ભારણને દૂર કરવામાં મહત્વનો સાબિત થયો છે. પરંતુ જે પ્રકારે તેનાં સપના લોકોને બતાવવામાં આવ્યા હતા. તોવું ક્યાંય પુરવાર થતું લાગતું નથી.બ્રિજના લોકાર્પણને માંડ દોઢ વર્ષ થયું છે ત્યાં તો બ્રિજમાં ક્ષતિઓ સામે આવી રહી છે.
ગત રાત્રિનાં સમયે વાહન ચાલકો માટે જોખમ ઊભું કરે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. કેબલ સ્ટેઈડ બ્રિજનાં અંકલેશ્વર તરફનાં છેડેથી પ્રવેશ કરતાં જ ત્યાં ખાડો પડી જતાં રાત્રિનાં સમયે જ મોટા અને નાના વાહન ચાલકો દ્વારા મોટી દુર્ઘટના બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.હાલ પૂરતું તો અહીં થીગડું મારી બેરલ મૂકીને સાઈન બોર્ડ મારી દેવાયું છે.
અત્રે નોંધનીય છે કે, આ બ્રિજ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2013 માં ઈ.પી.સી.બેઝ પર મંજુર કરવામાં આવ્યો હતો. એટલે કે આ બ્રિજના નિર્માણ બાદ કોઈ પૈસા ઉઘરાવવાના ન હતા. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા માંડવા ગામ નજીક ટોલ પ્લાઝા ઉભું કરવામાં આવ્યું છે.ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે.વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવા છતાં પણ બ્રિજનું મેઈન્ટેનન્સ નહીં થતું હોવાનું આ બાબત ઉપરથી ધ્યાને આવ્યું છે. એટલે ટોલ ઉઘરાવનારી એજન્સીને પણ માત્ર ઉઘરાણીમાં જ રસ હોય તેવો ગણગણાટ લોકોમાં જણાઈ રહ્યો છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





