કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે ભરૂચ ખાતે શાળાના બાળકોની જનજાગરણ રેલી યોજાઇ.

0
13

ભરૂચ ખાતે કરૂણા અભિયાન – ૨૦૧૯ અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને થતી ઇજાઓ અને મૃત્‍યુના બનાવો અટકાવવાના અભિયાન અંતર્ગત લોક સંવેદના જાગૃત કરવા તેમજ કરૂણા અભિયાનને સફળ બનાવવા પ્રચાર અને પ્રસાર અર્થે ભરૂચના શ્રવણ ચોકડીથી નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી સુધી શાળાના બાળકોની જનજાગરણ રેલીનું નાયબ વન સંરક્ષક એમ.આર. સોલંકીએ લીલીઝંડી બતાવીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીગણ, શાળાના શિક્ષક, વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં શાળાના બાળકો રેલીમાં જોડાયા હતા. વન વિભાગની કચેરીએ શપથ લેવામાં આવ્‍યા હતા.

નાયબ વન સંરક્ષક સોલંકીએ પતંગના દોરાથી પક્ષીઓને થતી ઇજાથી બચાવવા અને ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્‍કાલિક પશુ દવાખાને લઇ જવા પર્યાવરણ પ્રેમી સંસ્‍થા કે વ્‍યક્‍તિને અથવા તો વન વિભાગ ભરૂચ તથા હેલ્‍પ લાઇન નંબર – ૦૨૬૪૨-૨૬૯૦૬૫, ૦૨૬૪૨-૨૨૭૩૨૧, ૦૨૬૪૨-૨૪૬૭૦૩ ઉપર આવી ઘટના અંગે જાણ કરવા સામાજિક વનીકરણ વિભાગ ધ્‍વારા અપીલ કરવામાં આવી છે.

ધનંજય 9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY