બોલેરા ગાડી અને આઈસર ટેમ્પો લઈ ત્રણ વ્યકિત ગાયબ
સુરત, તા. ૧૦
કડોદરા-વરેલી રાધાપુરમ રેસિડેન્સી ખાતે મહિન્દ્ર બોલેરો પીકઅપ ગાડી અને આઈસર ટેમ્પો બચત પર ફેરવવા માટે આપ્યાં હતાં બચત ફેરવવા આપેલા આ બંને વાહનો લઈને શહેરના બે તથા કડોદરાનો એક ઈસમ મળી કુલ્લે ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.
પોલીસ સૂતોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાન સિરોહી જિલ્લાના વતની અને હાલમાં કડોદરા-વરેલી વિસ્તારમાં રહેતા રામારામ ઘાંચીએ તેમની માલિકીનો મહિન્દ્રા કંપની પીકઅપવાન (જીજે ૧૯ƒ૪૩૦૫) અને આઈસર ટેમ્પો (જીજે-૧૯ƒ ૫૮૮૫) બચત પર ભાડે ફેરવવા માટે પલસાણા કડોદરાના રહેવાસી રામ બદલ તિવારી, ડુંભાલ ટેનામેન્ટના ફિરોઝ બિયરાની તથા ઉધના ઉદ્યોગના મહંમદ ઉર્ફે મોહંમદ ઘોડા બલદારને આપ્યા હતા. ભાડે ફેરવવા માટે આપેલા આ બંને વાહનોને લઈને આ ત્રણેય આરોપીઓ ફરાર થઈ જતા રામારામે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૪૦૭ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



