ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાંનાઓએ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા અંગે આપેલ માર્ગદર્શન અને સુચના આધારે,એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ઘડુક નાઓએ અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ।- ૦૪/૨૦૧૯ આઇ.પી.સી. કલમ – ૪૦૬ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજીએક્ટ-૨૦૦૦ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબના કામે સાયબર ક્રાઇમની ટીમનાં પોલીસ સ્ટાફના પોલીસ માણસોને શકમંદ આરોપીની તપાસમાં દમણ ખાતે મોકલી આપેલ અને તેઓને આરોપી મોહન રામદાસ પનિકા હાલ રહે -પંચાલ ચાર રસ્તા, ભીમપોર, દમણ મૂળ રહે – ગામ – ઢેડુવા, પોસ્ટ-દેવરા, થાના જયસીંગનગર, જી.સેહદોલ, મધ્યપ્રદેશનો મળી આવતા અત્રેની એલ.સી.બી. કચેરી ખાતે લાવી તેને ઘનિષ્ઠ પુછપરછ કરતા તેને ઉપરોક્ત ગુનાના કામનાં ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી pytm ઓનલાઇન વોલેટ મારફતે કુલ્લે રૂ.૨૮,૭૦૮/- ઉપાડી લીધેલ હોવાની કબુલાત કરેલ. જેથી આરોપીની ૮૨૮ ૪૧ (૧) આઇ મુજબ ધરપકડ કરી ભરૂચ શહેર “બી” ડીવીઝન નોંધ કરાવડાવી વધુ કાર્યવાહી માટે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





